મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > સિમીનાં વધુ ચાર કાર્યકર્તાઓની ધરપકડ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સિમીનાં વધુ ચાર કાર્યકર્તાઓની ધરપકડ Search similar articles
3 અમદાવાદનાં, 1 ભૂજનો ત્રાસવાદી
વેબ દુનિયા

અમદાવાદમાં થયેલા શ્રેણીબધ્ધ બોંબ ધડાકાનાં કેસમાં બોંબ પ્લાન્ટ કરનાર સહિત વધુ ચાર ત્રાસવાદીઓને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યાં છે. હજી પણ અનેક ત્રાસવાદીઓની સંડોવણી બહાર આવવાની શક્યતાઓ છે. નોંધનીય છે કે પકડાયેલા ત્રાસવાદીઓ પૈકીનાં ત્રણ અમદાવાદનાં અને એક ભૂજનો હોવાનું જાણવા મળ્યું છે.

શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકાઓમાં પકડાયેલા 15 ત્રાસવાદીઓની ધરપકડ બાદ દરમિયાન ઘનીષ્ટ પૂછપરછ દરમિયાન વધુ ચાર ત્રાસવાદીઓની સંડોવણી બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે પોલીસ ટીમે અબ્બાસ ઉમર સમેજા, ભૂજ, નવેદ નઈમુદ્દીન કાદરી, અમદાવાદ, ઐયાઝ રઝાકમિંયા સૈયદ, વટવા, અમદાવાદ, જાવેદ અહેમદ સગીર અહેમદ શેખ, ગોમતીપુર, અમદાવાદની ધરપકડ કરી હતી.

પોલીસે આ ચારેયની પુછપરછ દરમિયાન કરતાં જાણવા મળ્યું હતું કે વટવામાં રહેતો ઐયાઝ સૈયદે બોમ્બ પ્લાન્ટ કરવાની ભૂમિકા ભજવી હતી. ક્યામુદ્દીનનાં ઈશારે નરોડા ગામ ચાર રસ્તા મયુર રેસ્ટોરન્ટ નીચે સાયકલ સાથે બોમ્બ તેણે જ મુક્યો હતો. આ ઉપરાંત શહેરમાં તમામ સ્થળે ક્યામુદ્દીનનાં ઈશારે તેમજ તેના કહેવા મુજબ અગાઉથી રેકી કરી 26 જુલાઈએ બપોર બાદ બોંબ મુકવા નીકળ્યો હતો.

ભુજનો અબ્બાસ સમેજા ખાનગી જીમમાં ઈન્સ્ટ્રકટર છે, તથા સિમી સાથે 2001થી જોડાયેલો છે. સ્લીપર સેલને ફીઝીકલ તાલીમ આપી મજબુત કરવાનું કામ તે જ સંભાળતો હતો. ભુજ ખાતે 2001 જાહીદ શેખ અને સફદર નાગોરી ગયા હતાં. જ્યારે 2001થી સિમી દ્વારા ખોટા નામે રાખવામાં આવેલા મકાનને 2007માં વેચી તેના દ્વારા મળેલા રૂપિયા બોમ્બ બ્લાસ્ટમાં ઉપયોગમાં આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સઘન પુછપરછમાં નવેદ નઈમુદ્દીન કાદરી સિમીનો સક્રિય કાર્યકર છે. બોમ્બનું કાવત્રુ ઘડવા મળેલી મીટીંગોમાં તે હાજર રહ્યો હતો. અબુ બશર સાથે તેના ગાઢ સંપર્ક હતો. અબુ બશરનાં કહેવાથી નવેદ ડીવીડી કેસેટો દ્વારા જેહાદ,તાલીમ તથા ભાંગફોડ પ્રવૃત્તિનો પ્રચાર કરવાની કામગીરી કરી બ્લાસ્ટની તૈયારી કરવાના કાવત્રામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

જ્યારે ગોમતીપુરનાં જાવેદ અહેમદ શેખે કાલુપુર ખાતેથી બોમ્બ વિસ્ફોટમાં ઉપયોગમાં લેવા જે ગેસના બાટલા ખરીદવામાં આવ્યા હતાં. તેને સંતાડવાની કામગીરી કરી હતી. ઉપરાંત વાઘેમાનનાં જંગલમાં યોજાયેલા કેમ્પમાં હાજર રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ચારેયની સઘન પુછપરછમાં હજી પણ અમદાવાદનાં અનેક યુવાનોનાં નામ બહાર આવવાની સંભાવના છે.
ઘણું બધુ
શિક્ષકદિને શિક્ષકોનું આદર કરતા નરેન્દ્રમોદી
ગુજરાત સરકારને સુપ્રિમની નોટીસ
અમદાવાદમાં ગણપતિ બાપ્પા મોરીયા...
આપઘાત કેમ કરી લેતા નથી !
અંબુજા ગ્રુપ આઈટીનાં નિશાના પર
કેન્દ્ર ગુજરાતને મદદ કરતું નથી-મોદી