ગુજરાતના સાબરકાંઠા જીલ્લામાં સોમવારે રાત્રે થયેલ બોમ્બ ધડાકાના મુદ્દે દસ લોકોની સાથે વાતચીત કરી છે. પોલીસ સૂત્રોનાં અનુસાર તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે આની અંદર ઉપયોગમાં લેવાયેલ વિસ્ફોટ અમદાવાદ કરતાં અલગ છે.
આતંકવાદ નિરોધક ઉપમહાનિરિક્ષક અજય તોમરે કહ્યું હતુ કે પ્રારંભિક તપાસથી જાણવા મળે છે કે વિસ્ફોટક માટે ટાઈમરનો ઉપયોગ થયો હતો. જે રીતના વિસ્ફોટકનો આની અંદર ઉપયોગ કરાયો હતો તે અમદાવાદ અને દિલ્હીમાં કરાયેલ વિસ્ફોટથી અલગ હતો.
તોમારે જણાવ્યું કે મોડાસાની અંદર અમારૂ એક દળ છે જે સ્થાનીક પોલીસને તપાસ કરવામાં મદદ કરી રહ્યું છે. પ્રારંભિક તપાસથી જાણવા મળે છે કે આની અંદર બારૂદનો ઉપયોગ કરાયો હતો. વિસ્ફોટક કરાયેલ સ્થળેથી એક ફ્યુમ પણ મળી આવ્યું હતું જેને તપાસ માટે અપરાધ વિજ્ઞાન પ્રયોગશાળાની અંદર મોકલી અપાયું છે. |
|