સૌરાષ્ટ્રમાં સરકારે લાદેલી સીંગતેલની નિકાસબંધીના વિરૂદ્ધમાં સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોએ મગફળીના ખેડુતો સાથે બેમુદ્દતી હળતાળ કરવાનો મંગવારે નિર્ણય કર્યો હતો. આ હડતાળ 1લી ઓક્ટોબરથી શરૂ થઈ છે અને તે બે દિવસ સુધી ચાલશે.
આખા સૌરાષ્ટ્રમાં ૮૦ ટકા ખેડૂતો મગફળીનું વાવેતર કરે છે, દેશના ઉત્પાદનમાં જેમનો ફાળો ૩૦ ટકા જેટલો છે. આ વર્ષે સારો વરસાદ થવાના કારણે પાક પણ સારો થયો છે, જેના કારણે ખેડુતોને નફો કમાવાની સારી તક સાંપડી છે ત્યારે સરકારે સીંગતેલના નિકાસ પર પ્રતિબંધ લાદી ખેડુતો સાથે અન્યાય કરી રહ્યા છે.
ખેડુતોએ તાકિદ કરી છે કે બે દિવસમાં આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં ન આવ્યો તો સૌરાષ્ટ્રના બાવન માર્કેટિંગયાર્ડ બેમુદતી બંધ રહેશે. ફ્રૂટ અને શાકભાજીને બંધમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
આ અંગે રાજકોટ માર્કેટિંગયાર્ડ ખાતે મંગળવારે સૌરાષ્ટ્રના વિવિધ યાર્ડોના ચેરમેનોની બેઠક યોજાઇ હતી. જેમાં સૌરાષ્ટ્રના સાંસદો હરિભાઇ પટેલ, સોમાભાઇ, વીરજીભાઇ તેમજ ડો. કથીરિયા સાથે મળી ૩ થી ૬ ઓકટોબર દરમિયાન કેન્દ્રીય પ્રધાન શરદ પવાર, કમલનાથ તેમજ પ્રણવ મુખરજી પાસે રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો.
સૌથી પહેલા મોંઘવારી પર કાબૂ મેળવવા કેન્દ્ર સરકારે નિકાસબંધી લાદી, ત્યારે સીંગતેલ ૧૦ કિલોની કિંમત ૭પપ રૂપિયા હતી, જે આજે ૬પ૦ રૂપિયા થઈ છે. સીંગતેલની નિકાસબંધી ઉઠાવી લેવાય તો ૧૦ કિલોના ૧૦૨૦નો ભાવ મળી શકે.
વિવિધ માર્કેટયાર્ડો દ્વારા પાળવામાં આવેલા બંધના કારણે સરકારને નુકસાન વેઠવું પડશે તે છતાં આ ખેડુતોની માંગ સરકાર સ્વીકરે છે કે નહી તે મોટો પ્રશ્ન છે. |
|