પૂજ્ય મહાત્મા ગાંધીજીના 2જી ઓક્ટોબરના 140મા જન્મ દિવસને સમગ્ર વિશ્વ '' વિશ્વ અહિંસા દિવસ '' તરીકે મનાવવામાં આવી રહ્યું છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીને સ્મરણાંજલી આપવા સત્યાગ્રહ આશ્રમ કોચરબ, પાલડી ખાતે સવારે 8-30 વાગે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. આજે નીકળેલી કોચરબ આશ્રમથી ઇન્કમટેક્સ સર્કલ સુધીની શાંતિ પદયાત્રાને સિધ્ધાર્થ પટેલ અને શક્તિસિંહ ગોહિલે સવારે પ્રસ્થાન કરાવ્યું હતું. આજે સવારે કોચરબ આશ્રમ ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની તસ્વીર સમક્ષ પુષ્પાંજલી અર્પણ કરી હતી અને સ્મરણાંજલી આપી હતી. મહાત્મા ગાંધીની અહિંસાની વાત સમગ્ર વિશ્વએ સ્વીકારીને સમગ્ર વિશ્વમાં આજે મહાત્મા ગાંધીજીના જન્મા દિવસને વિશ્વ અહિંસા દિન તરીકે ઉજવવામાં આવે છે. સ્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો આજે જન્મદિવસ હોઇ પ્રદેશ કોંગ્રેસ દ્વારા કાંકરીયા સ્થિત લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાજલી અર્પણ કરી હતી. |
| સંબંધિત જાણકારી શોધો |
|