ગામડાઓ ખુબ જ રળિયામણા હોય છે એવું કહેતા એક વિદ્યાર્થીની કહે છે કે ગામડાના લોકો માત્ર ભણવા માટે જ શહેરમાં આવે છે જો ગામડામાં પૂરતી રોજગારી મળી રહે તો તેઓ શહેરો તરફ જોશે પણ નહી. અમને કેટલાંક ખાટા અનુભવો પણ થયા, લોકો એવા મેણા મારતા હતાં કે શહેરવાળાને જ્યારે કામ હોય ત્યારે જ ગામડામાં આવે છે બાકી તો ક્યારેય ગામડાઓ તરફ જોતા પણ નથી.
આટલી પ્રક્રિયામાંથી પસાર થયેલ વિદ્યાર્થીમાં આપમેળે જ ગાંધી મૂલ્યોનું સિંચન થાય. ત્યારબાદ દરેક વિદ્યાર્થી તેને ક્યાંકને ક્યાંક જીવનમાં જીવવાનો પ્રયત્ન કરે ત્યારે જ આ પદયાત્રાની સફળતા સાંપડશે.
વિદ્યાર્થીઓ શું કહે છે: ''આ પદયાત્રા સ્વવિકા માટે થઈ હતી, આ પદયાત્રાથી અમે ગામડાની સંસ્કૃતિને બરોબર નજીકથી સમજી શક્યા છીએ અને તેમની જીવનશૈલીને જોઈ પ્રભાવિત થયા છીએ. આવી પદયાત્રાઓ હંમેશા થવી જ જોઈએ, કારણ કે અમે પદયાત્રા થકી ગામડાના લોકોની નજીક આવીએ છીએ અને તેમની શહેર પ્રત્યેની વિચારધારાને જાણી શકીએ છીએ. જેનાથી અમને તેમના પાસેથી ઘણું શીખવા મળે છે.'' -મનીષ કાપડિયા
''પ્રથમવાર ગામડાઓ જોઈને હું ચકિત થઈ ગઈ ખાસ કરીને તેમની દિનચર્યા મને સ્પર્શી ગઈ. ગામડાની શાળાઓ અને શહેરની શાળાઓમાં ઘણું મોટુ અંતર જોવા મળ્યું. મને ગામડાની ભણતરશૈલી ખુબ ગમી મારી ઈચ્છા છે કે ગામડાની શાળાઓ શહેરમાં આવી જાય. જો આવી પદયાત્ર પાંચ દસ વર્ષ સુધી ચાલશે તો વિદ્યાપીઠમાંથી નિકળનાર દરેક વિદ્યાર્થી એક હકારાત્મક વિચાર લઈને જશે. અને તેની અસર જરૂર આપણા કાર્ય પર રહેવાની. માટે પદયાત્રા વિદ્યાર્થીઓ માટે સારી જ છે''. -પ્રિયંકા રાજપૂત
|