રાજકોટમાં આગામી ગણતંત્રનાં દિવસે શહેરમાં વિવિધ છ જગ્યાએ બ્લાસ્ટ કરવાની ધમકી મળી છે.
આ ધમકી પોલીસ કમિશ્નર સુધીર સિંહાને એક પોસ્ટકાર્ડ દ્વારા મળી હતી. બુધવારે મળેલી ધમકીમાં જણાવાયું છે કે 26 જાન્યુઆરીએ લીમડા ચોક, કોટ ચોક,રેસકોર્સ રિંગ રોડ, ફુલછાબ ચોક, એરપોર્ટ અને કેકેવી હોલને ઉડાડવાની ધમકી આપવામાં આવી છે.
આવી જ રીતનો એક પત્ર થોડા સમય પૂર્વે એક સાંધ્ય દૈનિકને મોકલવામાં આવ્યો હતો. પોલીસે આ પત્રની તપાસ શરૂ કરી દીધી છે.
|