ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે પાકિસ્તાનમાં ભારતીય સેના સાથે સીધુ યુધ્ધ કરવાની તાકત નથી તેથી તે છદ્મ યુધ્ધ કરી રહ્યુ છે અને મુંબઈ પર આતંકવાદી હુમલો આ છદ્મ યુધ્ધનો જ એક ભાગ છે.
મોદીએ અહી નવવર્ષના પહેલો દિવસ કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સીમા પર સીમા સુરક્ષા બળોના જવાનોની સાથે વિતાવતા કહ્યુ કે ભારતે પાકિસ્તાનને એ જ ભાષામાં જવાબ આપવો પડશે જે ભાષા તેને સમજાય છે.
મોદીએ કહ્યુ કે આ છદ્મ યુધ્ધમાં જેટલા જવાનો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, એટલાએ તો 1965 અને 1971ના પાકિસ્તાન સાથે થયેલ યુધ્ધોમાં પણ પોતાના જીવ નહોતા ખોયા.
મોદીએ જવાનોની બહાદુરીના વખાણ કરતા કહ્યુ કે આપણા જવાન સીમાઓની રક્ષા મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાના પરિવારથી દૂર રહીને કરી રહ્યા છે અને તેમના કારણે જ રાષ્ટ્રમાં સુરક્ષાની ભાવના છે.
|