મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > યુવાનો માટે કંઇ અશક્ય નથી - મોદી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
યુવાનો માટે કંઇ અશક્ય નથી - મોદી
ભારતનિર્માણમાં જોડાવા યુવાનોને અપીલ
વેબ દુનિયા
  કંઇક બનવાનું સપનું નહીં પરંતુ કંઇક કરી બતાવવાનું સપનું લઇને કરોડો હિન્‍દુસ્‍તાની યુવાનો તેને સાકાર કરવા સંકલ્‍પબધ્‍ધ બને. ભીતરની ઉર્જા જગાવીને સંધર્ષ માટે આત્‍મબળ ઉજાગર કરશે તો યુવાનો માટે દુનિયામાં કશું જ અશકય નથી      
નરેન્દ્ર મોદી

હરિધામ - સોખડાના ઉપક્રમે આજે હરિપ્રસાદ સ્‍વામીના 76માં આત્‍મિય મહોત્‍સવ અવસરે વડોદરામાં આંતરરાષ્‍ટ્રીય યુવા અધિવેશન યોજવામાં આવ્‍યું હતું. જ્યાં મુખ્‍ય મંત્રી નરેન્દ્ર મોદીએ યુવાશકિતને ભારત નિર્માણમાં જોડવા આહ્‌વાન કર્યું હતું.

ગુજરાતની યુવાશકિતએ માનવસેવામાં દેશમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું છે તેનો ગૌરવ ભેર નિર્દેશ કરી મુખ્‍યમંત્રીએ કહ્યું હતું કે, ર1મી સદી જ્ઞાનની સદી છે અને હિન્‍દુસ્‍તાનની યુવાશકિત અને હિન્‍દુસ્‍તાનનું પ્રખર જ્ઞાન - સામર્થ્ય ભારતને જ્ઞાનની સદીમાં વિશ્વગુરૂના ગૌરવ પદ ઉપર પ્રસ્‍થાપિત શકે તેમ છે. જે દેશ પાસે સર્વાધિક યુવાશકિત હોય, જ્ઞાન - બુધ્‍ધિ અને સામર્થ્ય હોય અને મહાન સાંસ્‍કૃતિક વિરાસત હોય તે દેશ 21મી સદીમાં વિશ્વને કલ્‍યાણના ક્ષેત્રે નેતૃત્વ પુરૂ પાડશે. આ ત્રણેનો સમન્‍વય હિન્‍દુસ્‍તામાં છે.

યુવાનોને પ્રેરણા આપતા મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું કે કંઇક બનવાનું સપનું નહીં પરંતુ કંઇક કરી બતાવવાનું સપનું લઇને કરોડો હિન્‍દુસ્‍તાની યુવાનો તેને સાકાર કરવા સંકલ્‍પબધ્‍ધ બને. ભીતરની ઉર્જા જગાવીને સંધર્ષ માટે આત્‍મબળ ઉજાગર કરશે તો યુવાનો માટે દુનિયામાં કશું જ અશકય નથી.

આ પ્રસંગે યોગી ડિવાઇન સંસ્‍થાના સ્‍થાપક પરમ પૂજય હરિપ્રસાદ સ્‍વામીજીએ યુવાનોને સંબોધતાં જણાવ્‍યું હતું કે, જીવનમાં કયારેય નકારાત્‍મક વિચારશો નહિં, હંમેશા હકારાત્‍મક વિચારશો તો જીવન ધન્‍ય થયેલું ગણાશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ આત્‍મીય મહોત્‍સવની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી એક દિવસીય રકતદાન શિબિરમાં 15428 યુનિટ રકત એકત્ર કરાયું હતું. આ મહોત્‍સવમાં જર્મનનીથી 150 જેટલા યુવાનો પણ ભાગ લેવા આવ્‍યાં છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
રણમાં દોડી હોવરક્રાફ્ટ
દારૂની પાર્ટી દંપતિ માટે મોત લાવી
છદ્મ યુધ્ધ કરી રહ્યુ છે પાક. - મોદી
બનવું છે સરકારના માનદ પ્રતિનિધિ !
રાજકોટમાં બ્લાસ્ટની ધમકી
વર્ષ 2008ને કરીએ અલવિદા