અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે નામચીન બુટલેગર ગીરીશ ત્રિવેદી અને તેના સાથીદારની રૂ.1 લાખનાં દારૂ સહિત રૂ.7.50 લાખનાં મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે ગીરીશ ઉર્ફે મહારાજ ત્રિવેદી(રહે.404, સીરીન એપા., સેટેલાઈટ, અમદાવાદ) અને તેના સાથીદાર દિપેશ જગદીશભાઈ સેજપાલ(રહે. શાંતિ એપાર્ટમેન્ટ, પ્રગતિનગર, નારણપુરા ) તથા દેવેન્દ્ર બનાજી મરચન્ટ(125, કમલકુંજ,ઉસ્માનપુરા) વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ સાથે પસાર થવાના છે. તેથી પોલીસે રાજપથ ક્લબ પાછળ, બોપલ જવાનો માર્ગ કોન્ડર્ન કરી દીધો હતો.
ત્યારે સાંજે 6 વાગ્યાની આસપાસ આ ત્રણેય લોકો GJ-1-HK-4174 તથા GJ-1-HR-7767 લઈને આવ્યા હતા. પોલીસ બંને ગાડીની તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂની અલગ અલગ બોટલો તેમજ બીયરની 692 બોટલ જેની કિંમત રૂ.1,29,600 તેમજ બંને ગાડીઓ સાથે કુલ રૂ.7.50 લાખનાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
20 વર્ષથી ધંધો, એક જ વાર કેસ! ગીરીશભાઈ છેલ્લાં 20 વર્ષથી અમદાવાદમાં વિદેશી દારૂ સપ્લાયનો ધંધો કરે છે. પણ અત્યાર સુધીમાં તેની વિરૂધ્ધ ફક્ત એક જ વાર કેસ નોંધાયો છે. કારણ કે તે દારૂ બહારથી તેના ડ્રાયવર મારફત મંગાવીને અમદાવાદ બહાર લાવેલ માલ ભરેલી ગાડીઓનો કબજો મેળવીને જ સપ્લાય ગ્રાહકોને કરતાં હોય છે. જેથી તેની વેચાણની જગ્યા તથા ગ્રાહકો તેના ડ્રાયવર સમક્ષ ચહેરો જાહેર ન થાય તે માટે બારોબાર પોતે વેચતો હતો. તેથી વર્ષોથી ધંધો કરતો હોવા છતાં એક જ વાર પ્રોહિબિશન કેસમાં પકડાયેલ છે. જે તેના ધંધાની ખાસિયત છે.
વૈભવી જીવનશૈલી તેની પાસે ચાર મોંઘી ગાડીઓ છે. વૈભવી જીવનશૈલી ધરાવે છે. તેમજ શહેરનાં પોશ વિસ્તારમાં એક કરોડની કિંમતનાં ફ્લેટમાં રહે છે.તેમજ શહેરની ફાઈવ સ્ટાર ક્લબોમાં મેમ્બરશીપ ધરાવે છે. તેના ગ્રાહકો શહેરનાં હાઈ પ્રોફાઈલ લોકો હતાં.
|