શહેરના શ્રેયસ ઓવરબ્રિજ પરથી હોન્ડા એક્ટિવા ઉપર પસાર થઇ રહેલી એક મહિલાનું પતંગની દોરીથી ગળુ કપાઇ જતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પાલડીના ફતેહપુરા વિસ્તારમાં રહેતા પ્રિતીબેન શાહ (ઉ.વ. 33) ગઇ કાલે બપોરે પોતાના હોન્ડા એક્ટિવા લઇને નહેરૂનગરથી વાસણા વચ્ચે આવતાં શ્રેયસ ઓવરબ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પતંગની દોરી એકાએક તેમના ગળા પર આવી જતાં તેઓ નીચે પટકાયા હતા. દોરીથી ગળાના ભાગે ગંભીર ઇજા થતાં તેમનુ મોત નીપજ્યું હતું.
|