મુંબઈનાં જુહૂમાં ગયા વર્ષે યોજાયેલી રેવ પાર્ટીમાં પકડાયેલ 246 યુવાનો પૈકી 36 છોકરીઓ સહિત 227 યુવાનોએ માદક પદાર્થોનું સેવન કર્યું હતું.
પોલીસ અધિક્ષક વિશ્વાસ નાગરે પાટીલનાં જણાવ્યા મુજબ 36 છોકરીઓ સહિત 231 યુવાનો તેમજ 15 ડ્રગ પેડલરોનાં લોહીની તપાસ કરવામાં આવી હતી. જેમાં 195 છોકરાઓ, 36 છોકરીઓનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં પોલીસે માદક પદાર્થ નિરોધક દળે બોમ્બે 72 ડિગ્રી રેસ્ટોરન્ટ પર દરોડો પાડ્યો હતો. જ્યાં રેવ પાર્ટી ચાલી રહી હતી.
|