જમ્મુ કાશ્મીરનાં શ્રીનગર અને તેની આસપાસનાં વિસ્તાર તથા મધ્યપ્રદેશના બડવાની જિલ્લામાં રવિવારે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.
શ્રીનગરમાં ભૂકંપનનાં આંચકા 6.4 રીસ્કલ સ્કેલ માપવામાં આવ્યો હતો. જે દસ સેકન્ડ સુધી અનુભવાયો હતો. સુત્રોનાં જણાવ્યા મુજબ તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનનાં હિન્દુકુશમાં સ્થિત હતુ.જો કે તેનાથી નુકશાનનાં કોઈ સમાચાર નથી.
મધ્યપ્રદેશનાં બડવાની જિલ્લામાં સેંધવા વિસ્તારનાં કેટલાંક ગામડાઓમાં રવિવારે સવારે 10 વાગ્યાને 50 મિનીટે ભૂકંપનાં ઝટકાઓ અનુભવવામાં આવ્યા હતાં. આ ભૂકંપની તીવ્રતા 4.2 રીક્ટર સ્કેલ હતી. જો કે કોઈને નુકશાન થયુ હોવાની કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
|