મધ્યપ્રદેશનાં નરસિંહપુર જિલ્લાનાં ગાડરવાડામાં લૂંટનાં કેસમાં ધરપકડ કરાયેલા બે આરોપીઓનાં ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ કરાવવામાં આવશે.
પોલીસનાં જણાવ્યા મુજબ શૈલેન્દ્ર રઘુવંશી અને નર્મદા રાજપૂતનું સોમવારે ગાંધીનગર ખાતે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. આ આરોપીઓએ 17 માર્ચનાં રોજ દિનદહાડે પાંચ મહિલાઓની હત્યા કરી નાંખી હતી. પણ પોલીસ તેમની પાસેથી વિગતો કઢાવી શકી નથી.
પાડોશી રાયસેન જિલ્લાનાં ઉદયપુરાનાં નિવાસી બંને આરોપીઓને 15 દિવસ પહેલાં ગાડરવારામાં આઠ મહિના પહેલાં થયેલી લૂંટનાં કેસમાં પકડવામાં આવ્યા હતા.
|