ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વરની જીઆઈડીસી વસાહતમાં થયેલા વિસ્ફોટ કેસમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે.
પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ શિવમ હેલ્થ કેમિકલ્સમાં સોમવારે સવારે એક વિસ્ફોટ બાદ આગ લાગી હતી. જેમાં ત્રણ લોકોનાં મોત થયા હતાં.જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા.
આ કેસમાં ફેકટરીનાં માલિક રાજેશ નળીયાવાલા, હિતેન્દ્ર નળીયાવાલા અને ભરત મહેતા સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.પ્રારંભિક તપાસમાં ઝીન્ક સલ્ફેટ બનાવતી ફેક્ટરીનાં રીએક્ટરમાં બ્લાસ્ટ થયો હતો.જેમાં ફેક્ટરીનાં ત્રણ મજૂરોનાં મોત થયા હતા. મૃતકોમાં રામચંદ્ર વસાવા, સુખા વસાવા અને શિવા વસાવાનો સમાવેશ થયા છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી વિસ્ફોટનાં કારણોની તપાસ કરી રહી છે.
|