મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > તાંબાને સોનું બનાવતાં ઠગ પકડાયા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
તાંબાને સોનું બનાવતાં ઠગ પકડાયા
વેબ દુનિયા

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તાંબાને સોનામાં ફેરવી આપવાનું કહીને છેતરપીંડી કરતી ટોળકીની ધરપકડ કરી છે. આ ત્રણેય શખ્સો રાજસ્થાનનાં અલવરનાં છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરનાં રહેવાસી ઘનશ્યામભાઈ દવેને થોડા દિવસો પહેલા અમદાવાદનાં ગીતા મંદિર બસ સ્ટેન્ડે એક શખ્સ મળ્યો હતો. જેણે કહ્યું હતું કે તેને જમીનની નીચે ખોદકામ કરતાં સોનાની ઈંટ મળી છે.જેનો નમુનો પણ બતાવ્યો હતો. તેમજ તે સોનાની ખરાઈ કરી હતી. તેમજ જો તે સોનુ અસલી હોય તો ખોદકામ કરતાં અઢીકિલો સોનાની ઈંટ છે. જેમ પાંચ લાખ રૂપિયાની હોવાની વાત કરી હતી.

તેમાં ડિલીવરી વખતે ત્રણ લાખ આપવાના અને ત્યારબાદ બે લાખ આપવાના તેવી વાતચીત થઈ હતી.જેથી ફરિયાદી વેણીશંકર દવેએ સોનાનાં ટુકડાની ખરાઈ બાદ તે લોકોને ફોન કરીને સોનાની ઈંટની ડિલીવરી લેવા ગીતા મંદિર બસ સ્ટેન્ડ નજીક ભાગ્યોદય હોટલમાં આવવા જણાવ્યું હતું.

જો કે ઘનશ્યામભાઈને ખ્યાલ આવ્યો કે થોડા વર્ષ અગાઉ આ રીતે એક વ્યક્તિ રૂ. 20 લાખ ખોયા છે. તેથી તેમણે ક્રાઈમ બ્રાંચને વાત કરી હતી. તેથી પીએસઆઈ મલેક અને તેમના સ્ટાફે સોનાની ઈંટની ડિલીવરી આપવા આવેલા શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. જેમાં શરાફખાં શમ્મીખાં મેવ, હાકમખાં નુરમહંમદ મેવ તથા રામપ્રસાદ ચિંરજીલાલ કંડેરાની ધરપકડ કરી હતી. આ ત્રણેય શખ્સો રાજસ્થાનનાં અલવરનાં હતા. પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ગુજરાતે સૌરઉર્જા નીતિ જાહેર કરી
ફેક્ટરીમાં વિસ્ફોટ કેસમાં પાંચની ધરપકડ
મુંબઈ પર હુમલો સંસ્કૃતિ વિરૂધ્ધઃ સિંઘલ
નરસિંહપુરનાં આરોપીઓનો નાર્કો થશે
જમ્મુ કાશ્મીરમાં ભૂકંપનાં આંચકા
227 લોકોએ માદક પદાર્થ લીધા હતા