રાજસ્થાનનાં પ્રખ્યાત પર્યટન સ્થળ માઉન્ટ આબુ ઠંડા પવનોથી થીઝી ગયું છે. સમગ્ર માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોચી ગયું છે. તેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
મોસમ વિભાગનાં જણાવ્યા મુજબ બુધવારે તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં, તાપમાન એક ડિગ્રીની આસપાસ થઈ ગયું હતું. તો ઠુઠવાતા પવનને કારણે રસ્તા સુમસામ બની ગયા છે. જ્યારે મહત્તમ તાપમાન 15 ડિગ્રી તાપમાન છે. તેમજ નાગરિકોનાં ઘરની છત, પાંદડા, ખુલ્લા મેદાનો પરનાં ઘાસ પર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ તેમ લાગે છે.
ઠંડીને કારણે લોકો કારણ વગર ઘરની બહાર નીકળતાં નથી. તેમજ આગ કે ગીઝર દ્વારા ઠંડીથી બચવાનો પ્રયત્ન કરે છે. તો ઘણી જગ્યાએ લાગેલી સોલાર પેનલો પણ ફાટી ગઈ હતી. તો જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ લોકો સુધી પહોચવામાં પણ તકલીફ પડી રહી છે.
|