ગુજરાતમાં વૈશ્વિક રોકાણકારોને આર્કષવા માટે ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ-2009નું આયોજન કર્યું છે. જેના માટે વિશ્વનાં 37 દેશોને ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
વાયબ્રન્ટ ગુજરાતનાં સંદર્ભમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં મોદીએ જણાવ્યું હતું કે આ વખતે અમારૂ લક્ષ્ય સ્મોલ અને મીડીયમ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ પર રહેશે. અમે આ સેક્ટરમાં વધારેને વધારે રોકાણકારોને લાવવા ઈચ્છીએ છીએ.
આ સમિટની સફળતા માટે છેલ્લાં ઘણા સમયથી મંત્રીઓ અને અધિકારીઓએ વિદેશની મુલાકાત લીધી હતી. તેમજ ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી હતી. આ સમિટ આગામી 12 અને 13 જાન્યુઆરીનાં રોજ અમદાવાદ ખાતે યોજાશે.
|