ગુજરાત સરકારે સ્પેશ્યિલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન (SIR) અંગેનો વટહુકમ બહાર પાડ્યો છે. ધી ગુજરાત સ્પેશ્યિલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન ઓર્ડીનન્સ 2009 અમલમાં મુકીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની રાજ્ય સરકારે સમગ્ર દેશમાં ક્રાંતિકારી પહેલ કરી છે. આ પ્રકારની વ્યવસ્થા ધરાવતું ગુજરાત એકમાત્ર રાજ્ય છે.
ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે SIR એક્ટ 2009નાં વટહુકમ અંગે જણાવ્યું હતું કે આ એક્ટને કારણે ગુજરાત વિશ્વનાં વિકસિત રાષ્ટ્રોની હરોળમાં આવી જશે. તેમજ ઔદ્યોગિક પ્રવૃત્તિનું હબ બની જશે.
રાજ્ય સરકારે 6 જેટલાં SIR માટેનાં સંભવિત સ્થાનો નક્કી કર્યા છે. જેમાં ધોલેરા-અમદાવાદ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન, વડોદરા-અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એરીયા, પાલનપુર-મહેસાણા ઈન્ડસ્ટ્રીયલ એરીયા, ભરૂચ-દહેજ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન કે જેને પેટ્રોલિયમ અને પેટ્રોકેમીકલ તરીકે વિકસાવાશે. આ ઉપરાંત સુરત-હજીરા ઈન્ડસ્ટ્રીયલ એરિયા અને વલસાડ-ઉમરગામ ઈન્ડસ્ટ્રીયલ એરિયાનો સમાવેશ થયા છે.
આ વટહુકમ મુજબ રાજ્યમાં ઈન્વેસ્ટમેન્ટ રીજીયનની સ્થાપના, વિકાસ , નિયંત્રણ અને સંચાલનનું સુવિચારીત આયોજન કરવામાં આવશે. જેમાં સ્પેશ્યિલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન 100 કિમી કરતાં વધુ વિસ્તારમાં હશે, જ્યારે ઈન્ડસ્ટ્રીયલ એરિયા 50 કિમી કરતાં વધુ વિસ્તારમાં વિકસાવી શકાશે.
|