ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ઓદ્યોગિક મુડીરોકાણને આકર્ષવા સોમવારથી વાયબ્રન્ટ ગુજરાત 2009 પ્રારંભ થશે.
અમદાવાદનાં સાયન્સ સીટી ખાતે યોજાનાર આ સમારોહમાં આઈટી, તેલ, ગેસ , ઉર્જા, બંદર, જહાજ નિર્માણ, માળખાકીય સુવિદ્યા, કેમીકલ અને પેટ્રોકેમિકલ તથા બાયોટેકનોલોજી, ફાર્માસ્યુટીકલ, કાપડ ઉદ્યોગ, એન્જિનિયરીંગ અને શહેરી વિકાસ જેવા ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવા કામ કરવામાં આવશે.
આ અગાઉ 2003, 2005 અને 2007માં આ પ્રકારનાં સંમેલનો આયોજીત કરવામાં આવ્યા છે. જેમાં આવેલા પ્રસ્તાવો પૈકી 61 ટકા પર વિવિધ તબક્કે કામ ચાલી રહ્યું છે. આ વખતનાં સંમેલનમાં અમેરિકા, જર્મની, ઓસ્ટ્રેલિયા , બ્રાઝીલ, રૂસ, સિંગાપુર, ફ્રાસ, બ્રિટન, જર્મની, શ્રીલંકા, બેન્જીયમ અને યુગાન્ડા તેમજ મલેશિયા તથા સાઉદ્દી અરેબિયા જેવા મુસ્લિમ દેશો પણ ભાગ લેશે.
આ વખતનાં સંમેલનમાં સરકારને 9 લાખ કરોડનાં રોકાણ આવવાની આશા છે.
|