મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > યુવાઓએ સ્વામીના આદર્શો અપનાવવા જોઈએ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
યુવાઓએ સ્વામીના આદર્શો અપનાવવા જોઈએ
સ્વામી વિવેકાનંદ જયંતિ વિશેષ

N.D
સ્વામી વિવેકાનંદે શિકાગોમાં સંઘર્ષ કોંફ્રેંસમાં હાજરી આપી હતી, જે 1893માં 11 સપ્ટેમ્બરના રોજ થઈ હતી. તે સમયે તેમની વય 31 વર્ષની હતી. તેઓ નવયુવાન હતા. તેમણે નવ યુવાનો માટે વિશેષ રૂપે જે સંદેશ આપ્યો હતો તે તેમના દ્વારા લખાયેલા આલેખોમાં મળી આવે છે. તેમણે પોતાના 'કર્મયોગ'માં લખ્યુ છે કે આપણે દરેક કામની શરૂઆત તેના પ્રારંભથી જ કરવી જોઈએ. મહેનત કરતા કરતા નિ:સ્વાર્થ થઈ જવુ જોઈએ અને સમગ્ર માનવજાતિની ભલાઈ માટે મહેનત કરવી જોઈએ.

જરૂર છે યુવાઓએ જાગૃત થવાની

આજે સ્વામી વિવેકાનંદની જયંતિ નિમિત્તે આપણા યુવાનોએ પણ તેમના આદર્શોને અપનાવવાની શપથ લેવી જોઈએ. યુવા મન અને યુવા શક્તિ ઈચ્છે તો દેશની બગડતી તસ્વીરની તકદીર બદલી શકે છે, તેને સજાવી શકે છે પરંતુ આવુ ઓછુ બની રહ્યુ છે. કદાચ તેથી દેશ છેલ્લા 60 વર્ષોથી વિકાસશીલ છે. દેશના યુવાનો ઈચ્છે તો ફિલ્મી આદર્શો, ખોખલી ફેશનને છોડીને ભારતનો વિકાસ કરી શકે છે.

આ કડવુ સત્ય છે કે વર્તમાનમાં દેશનો એક મોટો વર્ગ યુવાનોની શ્રેણીનો આવે છે, પરંતુ આ યુવાઓનુ દુર્ભાગ્ય કહો કે દેશની બદલતી પરિસ્થિતિને દોષી માનો કે જે રીતે દેશમાં પશ્વિમી સભ્યતાની જે બોલબાલા છે, તેના કારણે આ યુવાઓએન યોગ્ય દિશા નથી મળી રહી અને આ જ કારણે તેમની એ દશા થઈ રહી છે કે દેશમા 'વેલેંટાઈન-ડે' અને અન્ય 'ડે' જેટલા ઉત્સાહથી ઉજવાય છે તેના 10 ટકા પણ યુવકોના પ્રેરણામૂર્તિ સ્વામી વિવેકાનંદની જયંતી જે કે 'યુવા દિવસ'ના રૂપમા ઉજવવી જોઈએ તે એ પ્રમાણમાં નથી ઉજવાતી.

યુવા શક્તિનો ઉપયોગ રાષ્ટ્ર હિતમાં થાય

યુવા વૃક્ષોનો જે પાક ભારતમાં તૈયાર છે એ વિશ્વમાં સૌથી વધુ છે. લોકતાંત્રિક રાષ્ટ્રમાં યુવાઓનો ઉપયોગ રાષ્ટ્રહિતમાં થવો જોઈએ. જેને માટે યુવા પેઢીમાં નૈતિક કાર્યોની શિક્ષા અને કર્તવ્યોની જાગરૂકતાની સાથે આત્મચિંતન હોવુ ખૂબ જ જરૂરી છે. ભારતના આ કર્ણધારોનુ યોગ્ય માર્ગદર્શન સરકાર અને સમાજના વરિષ્ઠ નએ બુધ્ધિજીવીઓ દ્વારા જ શક્ય છે. આજના સમયમાં શિક્ષિત બેરોજગાર યુવા પેઢી જીવના ઉદ્દેશ્યને લઈને ખૂબ જ ભ્રમિત છે. પરિવાર અને સમાજના લોકોની અપેક્ષા ઉપર ખરા ઉતરવું અને પોતાની જાતને સાબિત કરવાની પ્રવૃત્તિએ યુવા મનને ઓછા સમયે વધુ સફળતા મેળવવા માટે કોઈ પણ સ્તરનુ કાર્ય પછી ભલે તે નૈતિક હોયુ કે અનૈતિક, હિંસક હોય કે અહિંસક. માનવીય હોય કે અમાનવીય વ્યવ્હાર હોય અપનાવવા માટે પ્રેરિત કરી છે. એક બાજુ જ્યા વિકાસના પથ પર ભારતીય યુવાઓમાં ભવિષ્યની યોજનાઓ અને લક્ષ્યોની પ્રાપ્તિની આશાઓથી શિક્ષાના માપદંડો, જીવનચર્યા, બોલચાલ અને કાર્યોમાં વ્યાપક સ્તર પર વિકાસ થયો, ભારતીય યુવા પોતાના કૌશલથી રમત, રાજનીતી, વિજ્ઞાન, ચિકિત્સા, સમાજસેવા, પ્રશાસનિક સેવા જેવા ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યા છે, ત્યા બીજી બાજુ સમાજ વિરોધી લોકો અને સંગઠનોએ આ નવયૌવન હૃદયમાં હિંસા અને કટ્ટરતાનુ ઝેર ભેળવીને તેમને રાષ્ટ્રમાં આને ઉછેરવાનું દુષ્કર્મ કર્યુ છે. હિન્દુસ્તાનમાં ધર્મ, જાતિ સંપ્રદાય ક્ષેત્રવાદની આગ ફેલાવીને તેને ટુકડાઓમાં વહેંચવાનો તેમનો ઉદ્દેશ્ય છે.

યુવાઓએ પોતાની સામાજિક સંસ્કૃતિ, સભ્યતા, રાષ્ટ્રીયતાનુ ચિંતન કરતા રહેવુ જોઈએ. પોતાના વિકાસની સાથે રાષ્ટ્રની ઉન્નતિ અને વિકાસની દૂરદ્રષ્ટિ વિચારી દરેક યુવા મનમાં હંમેશા જાગૃત હોય તો એક અરબથી વધુની વસ્તીવાળા આ આ રાષ્ટ્ર નક્કી 'યુવા રાષ્ટ્ર'ના રૂપમાં વિશ્વ મંચ પર એક મહાશક્તિના રૂપમાં જોવા મળશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
રાજયમાં ઉત્તરાયણની ધુમ
વાયબ્રન્ટનો સોમવારથી પ્રારંભ
નરોડા કેસમાં વધુ એકની ધરપકડ
SIR માટે સરકારે વટહુકમ બહાર પાડશે
દિપેશ-અભિષેક પર તંત્ર વિદ્યા કરાઈ નથી
વાયબ્રન્ટ-09 કાઉન્ટ ડાઉન શરૂ