મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > અમદાવાદનાં માર્ગો બન્યા ડિસ્કો રોડ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અમદાવાદનાં માર્ગો બન્યા ડિસ્કો રોડ
કોર્પોરેશનનું મીસ મેનેજમેન્ટ
વેબ દુનિયા

શહેરમાં ભાજપનાં શાસનમાં વાહનચાલકો અને રાહદારીઓ માટે રોડ પરથી પસાર થવું દુષ્કર બન્યુ છે. તેમજ શહેરમાં ઠેર ઠેર આડેધડ રીતે કરાયેલા ખોદકામને કારણે ટ્રાફીકની સમસ્યાઓ ઉભી થઈ છે.

કાંકરીયા કાર્નિવલ પહેલાં કાંકરીયાને જોડતાં બધા રસ્તાઓ રીસરફેસ કરવામાં આવ્યા હતા. પણ બહેરામપુરા-દાણીલીમડાથી કાંકરીયાને જોડતા આ રસ્તા ઉપર મોટાભાગે શ્રમજીવી પરિવારોને હેરાન કરવા જાણી જોઈને માર્ગને રીપેર કરવામાં આવ્યો નથી. આ પ્રકારનો આક્ષેપ કોંગ્રેસનાં પ્રવક્તા જ્યંતિલાલ પરમારે કર્યો છે.

તેમજ ભાજપ સરકારે આશા વ્યક્ત કરી હતી કે વાસણા-દાણીલીમડા-કાંકરીયાનો રસ્તો કાંકરીયા કાર્નિવલ ઉત્સવ પહેલાં શરૂ થઈ જશે, પણ તે જાહેરાત પોકળ સાબિત થઈ હતી. એકબાજુ રસ્તો શરૂ થયો નથી, અને બીજી બાજુ જમાલપુર સરદાર બ્રીજનાં છેડે ઓવરબ્રીજનુ કામ શરૂ કરવામાં આવ્યું છે. અને કોન્ટ્રાક્ટરે શાકમાર્કેટ પાસેના રોડને કવર કરી લેતાં વાહનચાલકોને તકલીફ પડી રહી છે.

તેથી વાસણા-દાણીલીમડા-કાંકરીયાનો રસ્તો સંપૂર્ણ રીપેર કરીને વાહન ચાલકો અને રાહદારીઓ માટે શરૂ કરવાની જરૂર હતી. તેના બદલે જમાલુપર બ્રીજનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
આજના યુવાઓએ વિવેકાનંદના આદર્શો અપનાવવા જોઈએ
રાજયમાં ઉત્તરાયણની ધુમ
વાયબ્રન્ટનો સોમવારથી પ્રારંભ
નરોડા કેસમાં વધુ એકની ધરપકડ
SIR માટે સરકારે વટહુકમ બહાર પાડશે
દિપેશ-અભિષેક પર તંત્ર વિદ્યા કરાઈ નથી