મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > વાયબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વાયબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ
નેનો કાર બની આકર્ષણનું કેન્દ્ર
વેબ દુનિયા


PRP.R

વૈશ્વિક મંદી અને આતંકવાદી ઘટનાઓ વચ્ચે રાજ્ય સરકારનાં ઉદ્યોગોને આકર્ષવા માટે આયોજીત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમીટને જોરદાર આવકાર મળી રહ્યો છે. પરિસ્થિતિ એવી પણ સર્જાઈ છે કે છેલ્લી ઘડી સુધી રોકાણકારો પોતાનાં રોકાણ રોકવા માટે સરકાર સમક્ષ પોતાના પ્રોજેક્ટો રજુ કરી રહ્યાં છે.

અમદાવાદ નજીક સાયન્સ સીટી ખાતે યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાતમાં 37 દેશોનાં રોકાણકારો હાજર રહ્યા હતાં. આ સંમેલનમાં સરકારને 9 લાખ કરોડનાં રોકાણની આશા છે. તેમાં પણ પેટ્રો કેમીકલ સેક્ટરમાં રૂ. 70 હજાર કરોડ થી વધુનું રોકાણ થાય તેવી સંભાવના છે. તે સાથે રાજ્યને દેશનું પેટ્રો કેમીકલ હબ બનાવવા તરફનો રસ્તો સાફ થઈ ગયો જશે. તેનાથી એક લાખથી વધુ લોકોને રોજગારી મળશે. આ સેક્ટરમાં ઓએનજીસી, આઈઓસી, જીએસપીસી જેવી કંપનીઓ પોતાની વિવિધ યોજનાઓ અંગે રોકાણ કરે તેવી સંભાવના છે.


આ ઉપરાતં ગેસ પાઈપલાઈન અને વિદ્યુતમથકોની સ્થાપના માટે પણ મોટું રોકાણ આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત નાનાં-મોટા રોકાણકારો પણ મોટી સંખ્યામાં હાજર રહીને પોતપોતાનાં રોકાણની જાહેરાત કરે તેવી સંભાવના છે. આ ઉપરાંત પોર્ટ, કેમીકલ, કાપડ, ઓટો કમ્પોનન્ટ, એગ્રો ઈન્ડસ્ટ્રીઝ વગેરે જેવા સેક્ટરમાં પણ મોટુ રોકાણ આવે તેવી સંભાવના છે.

આ સંમેલનમાં મુકેશ અંબાણી, સુનિલ મિત્તલ, ઓ. પી .ભટ્ટ સહિત ઉદ્યોગજગતનાં દિગ્ગજ લોકો હાજર રહ્યાં હતાં. આ સંમેલન જાપાનનાં સહકારથી યોજવામાં આવી રહયું છે. તેમજ આ સંમેલનમાં ટાટા મોટર્સની નેનો કાર આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. ગયા વર્ષ સિંગુરનો પ્લાન્ટ બંધ કરીને તેને સાણંદ ખાતે લાવવામાં આવ્યો છે. ત્યારબાદ નેનો પ્રોજેક્ટ ગુજરાતની વિકાસગાથાનું મુખપૃષ્ઠ બની ગઈ છે.
1 | 2 | 3  >>  
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
અમદાવાદનાં માર્ગો બન્યા ડિસ્કો રોડ
યુવાઓએ સ્વામીના આદર્શો અપનાવવા જોઈએ
રાજયમાં ઉત્તરાયણની ધુમ
વાયબ્રન્ટનો સોમવારથી પ્રારંભ
નરોડા કેસમાં વધુ એકની ધરપકડ
SIR માટે સરકારે વટહુકમ બહાર પાડશે