પંચમહાલ જિલ્લાનાં પાવાગઢ નજીક શિવરાજપુરમાં એક માર્ગ દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોત થયા છે, જ્યારે 35 લોકો ઘાયલ થયા છે.
પાવાગઢ પોલીસનાં જણાવ્યા મુજબ મધ્યપ્રદેશથી યાત્રીઓને લઈને આવી રહેલ ટેમ્પોને રવિવારે રાત્રે શિવરાજપુર નજીક પલટી ખાઈ ગયો હતો. જેમાં પાંચ લોકોનાં મોત થયા છે, જ્યારે 35 અન્ય ઘાયલ થયા છે.
બધા ઘાયલ લોકો મધ્યપ્રદેશનાં અલીરાજપુર જિલ્લાનાં ડેરકાંડા ગામનાં છે. તેઓ એક સમારોહમાં ભાગ લઈને પાછા આવી રહ્યા હતાં. મૃતકોમાંબે મહિલાઓ સહિત ચારનાં મોત ઘટનાસ્થળે જ થયા હતા. જ્યારે ઘાયલોને એસએસજી હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.
|