મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > વાઇબ્રન્ટ ગુજરાતમાં રોકાણનો ધોધ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વાઇબ્રન્ટ ગુજરાતમાં રોકાણનો ધોધ
ઉદ્યોગપતિઓએ મોદીનાં વખાણ કર્યા
વેબ દુનિયા
W.D

સાયન્સ સીટી ખાતે ચોથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2009નું મોદીનાં હસ્તે ઉદ્ઘાટન થતાંની સાથે રાજયમાં રોકાણનો ધોધ વરસવા લાગ્યો હતો. જાણે કે સમગ્ર વિશ્વમાંથી ઉદ્યોગપતિઓ બ્રાન્ડ ગુજરાતમાં રોકાણ કરવા આતુર રાહ જોઈને બેઠા હોય તેમ લાગી રહ્યું હતું. આજે કુલ રૂ. 7.48 લાખ કરોડ રૂપિયાનાં રોકાણ માટે 444 એમઓયુ થયા છે. જેનાથી 8 લાખ લોકોને રોજગારી મળશે.

આ બે દિવસનાં સમારોહનાં પ્રથમ દિવસે જ રીલાયન્સ, તાતા, અદાણી, ઓએનજીસી વગેરે જેવી મોટી કંપનીઓએ રોકાણ માટે પોતાની તિજોરી ખુલ્લી મુકી દીધી હતી. મોદીએ ઉદઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે ગુજરાતની સ્પર્ધા ચીન સાથે છે. તે દેશ માટે પાવરહાઉસ બની જશે. તેમણે સ્પેશ્યિલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન(SIR)ને વિકાસનું એન્જિન ગણાવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત ઉદ્યોગપતિઓએ મોદીનાં વખાણ કર્યા હતાં. તેમજ ગુજરાત સાથે વિકાસમાં ભાગીદાર બનવા બદલ ખુશી જાહેર કરી હતી. તો રીલાયન્સનાં મુકેશ અંબાણીએ મોદીનાં વખાણ કરતાં જણાવ્યું હતું કે મોદી પત્થરમાંથી પાણી પેદા કરવાની શક્તિ ધરાવે છે.

આ સંમેલનમાં દેશ વિદેશનાં 6000થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં. તેમજ આ સંમેલનમાં 8 લાખ કરોડથી વધુનું રોકાણ થાય તેવી શક્યતા છે. જેનાં દ્વારા 14 લાખ લોકોને રોજગારી મળશે. આ સમારોહમાં જાપાન ભાગીદાર બન્યું છે. આ પ્રસંગે જાપાનનાં અગ્રણી રાજદ્વારી હિદેકી દોમીચી, ઉદ્યોગપતિઓ, ઈટાલીનાં ડેપ્યુટી ચીફ મિનીસ્ટર પાઉલો પેર્ટીની, સિંગાપુરનાં મંત્રી, કેન્યાનાં વડાપ્રધાન રાઈલા ઓડીંગા, યુગાન્ડાનાં પ્રતિનિધિઓ સહિત બીજા ઘણાં દેશનાં પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં.

તો ભારતનાં ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, સુનિલ મિત્તલ, કે.વી.કામથ, શશી રૂઈયા, કુમારમંગલમ બિરલા, ઓ.પી.ભટ્ટ અને અનિલ અંબાણી હાજર રહ્યાં હતાં.

ગુજરાતમાં રોકાણ માટે થયેલા કરારો

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ. 50,000 કરોડ
એસ.બી.આઈ રૂ.30,000 કરોડ
એસ્સાર રૂ.24,000 કરોડ
અદાણી રૂ. 27,000 કરોડ
સુઝલોન રૂ.9000 કરોડ
એલએન્ડટી રૂ. 25,000 કરોડ
તાતા રૂ.21,000 કરોડ
વિડીયોકોન રૂ. 12,000 કરોડ
સ્ટર્લિંગ રૂ.21,000 કરોડ
બિરલા રૂ.30,000 કરોડ
વેલસ્પન રૂ.45,000 કરોડ
સીએનબીસી રૂ. 7,000 કરોડ
એર ડેક્કેન રૂ. 3,000 કરોડ
યુનિવર્સલ સક્સેસ રૂ. 87,000 કરોડ
સેલ્યુલર ઓપરેટર્સ રૂ. 20,000 કરોડ
ભારત ફોજ રૂ. 7,000 કરોડ

 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
પાવાગઢ નજીક અકસ્માતઃપાંચનાં મોત
વાયબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ
અમદાવાદનાં માર્ગો બન્યા ડિસ્કો રોડ
યુવાઓએ સ્વામીના આદર્શો અપનાવવા જોઈએ
રાજયમાં ઉત્તરાયણની ધુમ
વાયબ્રન્ટનો સોમવારથી પ્રારંભ