કોમી તોફાનો બાદ ખરડાયેલી પ્રતિષ્ઠાએ મોદી સરકારે પાછી મેળવી હોય એવું આજથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટ 2009માં સ્પષ્ટ જોઇ શકાય છે. મોદી સરકારને કટ્ટરપંથી ગણાવતા તત્વોને મોદીએ જોરદાર જવાબ આપ્યો છે.હિન્દુત્વના ગઢ ગણાતા તથા કટ્ટર હિન્દુવાદી ગણાતા મોદીના ગુજરાતમાં વેપાર કરવા માટે વિદેશમાંથી મુસ્લીમ દેશો પણ આગળ આવી રહ્યા છે. આજથી શરબ થયેલી ગ્લોબલ સમીટમાં યુએઇ, ઓમાન, ઇરાન, માલદીવ, આરબ લીગ, ગનેઇ, ઇન્ડોનેશિયા સહિતના મુસ્લીમ દેશોના પ્રતિનિધિઓ જોડાયા છે. 22 જેટલા મુસ્લીમ દેશોના આરબ લીગ પણ ઉત્સાહ પૂર્વક જોડાયું છે અને રોકાણ કરવા ગુજરાતની તાસીર જોઇ રહ્યા છે. |