મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > બીજા દિવસે પણ રોકાણનો ધોધ વરસ્યો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બીજા દિવસે પણ રોકાણનો ધોધ વરસ્યો
વેબ દુનિયા
P.R

એક બાજુ ઉત્તરાયણમાં પતંગો ઉડી રહ્યા છે તો બીજી બાજુ રોકાણનો ધોધ વરસી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2009ના બીજા દિવસે પણ રોકાણનું ધોડાપુર આવ્યું હતું. આજે કરાયેલા સાડા ત્રણ લાખ કરોડના એમઓયુ મળીને બે દિવસમાં કુલ 12 લાખ કરોડ રૂપિયાના અધધધ... કહી શકાય એવું રોકાણ થવા જઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગઇ કાલે પ્રથમ દિવસે 7,48,970 કરોડ રૂપિયાના રોકાણ માટે 444 એમઓયું થયા હતા.

બીજા દિવસે આજે વધુ સાડા ત્રણ લાખ કરોડના એમઓયુ થતાં આ આંકડો અંદાજે 12 લાખ કરોડે પહોંચ્યો છે. જે ઉપરથી 12 લાખથી વધુ લોકોને રોજગારી મળવાની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. આજે સમિટના સમાપનમાં દેશ વિદેશમાંથી આવેલા ઉદ્યોગપતિઓએ સરકારની કામગીરીના વખાણ કર્યા હતા તો બીજી બાજુ સરકારે ઉદ્યોગકારોને રાજ્યમાં વિશેષ સવલતો પુરી પાડી રોકાણ કરવાની સોનેરી તક પુરી પાડી છે.

સમીટના બીજા દિવસે લઘુ અને મધ્યમ સાહસિકોને વૈશ્વિક સ્તરે તકો ઉપલબ્ધ થઇ શકે તે માટે વાર્તાલાપ યોજાયો હતો. તો બીજી બાજુ કેમિકલ્સ એન્ડ પેટ્રો કેમિકલ્સ, બાયોટેક અને ફાર્મા, ફુડ એન્ડ એગ્રો બિઝનેસ, ટેક્સટાઇલ્સ એન્ડ એપરલ્સ, એંજિનિયરીંગ એન્ડ ઓટો, ડેવલેપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ, અર્બન ડેવલપમેન્ટ, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડરેક્ટ વિષયો પર પરિસંવાદ યોજાયા હતા. બાદમાં રોકાણ ઇચ્છુકોને રોકાણની ઝડી વરસાવી હતી. આ સમિટમાં વિદેશી પ્રતિનિધિઓના વાર્તાલાપ માટે અલગ વ્યવસ્થા કરાઇ હતી.
ડીઆઇસી કેટેગરીમાં થયેલા એમઓયુ
એમઓયુ રોકાણ
નોર્થ ઝોન 103 રૂ.289 કરોડ
સેન્ટ્રલ ઝોન 74 રૂ. 366 કરોડ
સાઉથ ઝોન 56 રૂ. 244 કરોડ
સૌરાષ્ટ્ર, કચ્છ 116 રૂ. 1120 કરોડ
કુલ 349 રૂ.2021 કરોડ

જીઆઇજીસી કેટેગરીમાં
એમઓયુ રોકાણ
નોર્થ ઝોન 107 રૂ.443 કરોડ
સેન્ટ્રલ ઝોન 66 રૂ. 665 કરોડ
સાઉથ ઝોન 91 રૂ. 700 કરોડ
સૌરાષ્ટ્ર, કચ્છ 63 રૂ. 299 કરોડ
કુલ 327 રૂ.2107 કરોડ

શહેરી વિકાસના સેક્ટર માટે 102599 કરોડના એમઓયુ
બાયો ટેકનોલોજી ક્ષેત્રે 51,000 કરોડના 55 કરાર
કેમિકલ પેટ્રોકેમિકલ ક્ષેત્રે 57,000 કરોડના 51 કરાર

 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
આજે ખેલાશે આકાશી યુધ્ધ
લોકોએ આસારામની બસ સળગાવી !
પાણીની ટાંકી તૂટી પડતાં દહેશત
કરોડોનું કાળુ નાણું પકડાયું
વાઇબ્રન્ટમાં પવન ઉર્જાને પ્રાધાન્ય
પીસીપાંડેને થઇ રાહત