મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > પંચમહાલ બન્યુ વાયબ્રન્ટ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પંચમહાલ બન્યુ વાયબ્રન્ટ
60મો ગણતંત્ર દિવસ ગોધરા ખાતે યોજાશે
વેબ દુનિયા

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 60 મા પ્રજાસત્તાક પર્વનાં રાજ્યોત્સવમાં સહભાગી થવા આજે 25 જાન્યુઆરી પૂર્વ સંધ્યાનાં દિવસે પંચમહાલ જિલ્લામાં આવતાં જ રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો આનંદ પરાકાષ્ઠાએ પહોચ્યો છે.

મુખ્યમંત્રી રવિવારે સવારે ઔધોગિક વિકાસથી ધબકતા હાલોલ નજીક ઓટો ટાયર મેન્યુફેક્ચરીંગ અગ્રેસર સિએટ કંપનીનાં રેડિયલ ટાયરનાં પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે મધ્ય ગુજરાત ઓટો મોબાઈલ હબ કોરીડોર બનવા જઈ રહ્યું છે.

ગોધરામાં બપોરે મુખ્યમંત્રીનાં આગમનથી આખુ ગોધરા નગર વિકાસ ઉત્સવનાં હિલોળે ઉછળતું હતું. ગોધરા પ્રવેશદ્વારે મીગ વિમાનની એરફ્રેઈમ પ્રતિકૃતિ સાથે વિજય સર્કલનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કરીને આઝાદી જંગમાં પંચમહાલનો રંગ પ્રદર્શન નિહાળ્યું હતુ. તેમણે નવી પેઢી આઝાદીનાં સંગ્રામમાંથી પ્રેરણા લે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

પૂર્વ સંધ્યાએ પ્રજાસત્તાક પર્વ રાજ્યોત્સવમાં રાજ્યપાલ નવલકિશોર શર્મા પણ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત આ ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર જિલ્લામાં વિકાસમાં કામો કરવામાં આવ્યા હતા. તેમજ વનબંધુ કલ્યાણ પેકેજ અને ખેતીવાડીને સમૃદ્ધ બનાવવા માટે ખેડૂતોને કૃષિલક્ષી અભિગમથી વિકાસની રૂપરેખા આપતું પ્રદર્શનને પણ ઘણા લોકોએ નિહાળ્યું હતુ.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
મહિલાનાં ફોનથી હત્યાનું કોકડુ ઉકેલાયું
મહિલા પોલીસને ગેરમાર્ગે દોરી રહી છે.
કારમાંથી મહિલાનાં ચપ્પલ મળ્યાં
અપહરણ થયેલા ડોક્ટરની હત્યા
મોદી ગિલાની ભાઇ ભાઇ
સ્લમડોગ મિલેનિયર ગુજરાત હાઈ કોર્ટમાં