અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 132 મી જગન્નાથ રથયાત્રા પોતાના પારંપરિક માર્ગ પર બુધવારે સવારથી શરૂ થઈ ગઈ છે. આ યાત્રા ત્રણ દિવસ સુધી ચાલશે. પરંપરા અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી નરેંદ્ર મોદીએ ભગવાન જગન્નાથ, ભગવાન બલરામ અને તેમની બહેન સુભદ્રાની યાત્રાને લીલી ઝંડી દેખાડી. તેમણે થોડી વાર સુધી રથ પણ ખેંચ્યો. શહેરના વિભિન્ન વિસ્તારોમાં અત્યાધુનિક હથિયારોથી લેસ કેન્દ્રિય અર્ધસૈનિક ટુકડી અને રાજ્ય પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. |