આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની વિભિન્ન ધારાઓ અંતર્ગત હત્યા હત્યાનો પ્રયત્ન ઘાતક હથિયારોનો પ્રયોગ કરી ગંભીર ઈજા પહોંચાડવા આપરાધિક ષડયંત્ર અને રમખાણો વગેરેનો આરોપ લગાવામાં આવ્યો છે. મામલાની સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ પી.આર.પટેલે 40 આરોપીઓની જામીન અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો. મામલાની આગામી સુનાવણી 1 જુલાઈના રોજ થવાની છે.
વિશેષ કોર્ટની કાર્યવાહી સાબરમતી જેલ પરિસરમાં થઈ રહી છે. સુપ્રીમ કોર્ટ તરફથી રચિત વિશેષ તપાસ ટુકડી (એસઆઈટી) દ્વારા મામલા સાથે જોડાયેલા મૂળ દસ્તાવેજો જમા કર્યા બાદ કોર્ટે આરોપ નક્કી કર્યાં. પ્રથમ આ મામલામાં 103 લોકોને આરોપી બનાવામાં આવ્યાં હતાં. છેલ્લા સાત વર્ષો દરમિયાન તેમાંથી પાંચ આરોપીઓના મૃત્યુ નિપજ્યાં જ્યારે સગીર હોવાના કારણે પાંચને બાળ સુધાર ગૃહમાં રાખવામાં આવ્યાં. તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રથમ પોટા અતંગર્ત મામલો નોંધવામાં આવ્યો હતો પરંતુ કેન્દ્રિય પોટા સમીક્ષા સમિતિએ તેને હટાવાની ભલામણ કરી હતી.
|