મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > ફેડરેશનમાં ફરીથી ભટોળ રાજ !
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ફેડરેશનમાં ફરીથી ભટોળ રાજ !
વેબ દુનિયા
P.R

ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનમાં આજે યોજાયેલી ચેરમેનની ચૂંટણીમાં ફરી એકવાર બનાસ ડેરીના ચેરમેન પરથી ભટોળ મેદાન મારી ગયા છે. અત્રે નોંધનિય એ છે કે, એક સમયે કટ્ટર પ્રતિસ્પર્ધી ગણાતા એવા દૂધસાગર ડેરીના ચેરમેન વિપુલ ચૌધરીએ જ એમના નામની દરખાસ્ત મુકતાં અનેક તર્ક વિર્તકો ઉઠ્યા છે.

ગુજરાત રાજ્ય સહિત દેશમાં દૂધ અને દૂધની બનાવટોના વેચાણમાં અગ્રેસર એવા રાજ્યના જિલ્લા દૂધ સંઘોનું સંચાલન કરનાર ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની આજે સવારે યોજાયેલી ચૂંટણી ભારે ગરમ રહી હતી. ગત રાત સુધી ચેરમેન પદ માટે મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન વિપુલ ચૌધરીનું નામ આગળ ચાલી રહ્યું હતું એવામાં આજે સવારે એકાએક ચિત્ર પલટાઇ ગયું હતું.

એકબીજાના હરીફ કહેવાતા બનાસ અને દૂધસાગરના ચેરમેન એકબીજા માટે આગળ આવ્યા હતા. વિપુલ ચૌધરીએ ખુદ પરથીભાઇ ભટોળના નામની ચેરમેન પદ માટે દરખાસ્ત મુકી હતી જેને રામસિંહ પરમારે સમર્થન આપતાં બિન હરીફ વરણી થઇ હતી. જોકે વિપુલ ચૌધરીએ કરેલી દરખાસ્તને લઇને અનેક તર્ક વિર્તકો ઉઠી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, 13 જિલ્લા સંઘો અને 13328 ગામડાઓની દૂધ મંડળીઓનું સંચાલન કરતા આ ફેડરેશનમાં ગત ટર્મમાં પણ વિપુલ ચૌધરી વર્સિસ પરથી ભટોળનો જંગ ખેલાયો હતો. જેમાં પણ વિપુલ ચૌધરીને પીછે હઠ કરવી પડી હતી.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ગોધરા કાંડમાં 93 લોકો પર આરોપ નક્કી
અમદાવાદની અવિસ્મરણીય રથયાત્રા(સ્લાઈડ શો)
જગન્નાથજીની રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન
સૂરતમાં સગીરા સાથે બળાત્કાર
અમદાવાદમાં જગન્નાથ યાત્રા શરૂ
રથયાત્રાના પગલે સુરક્ષામાં વધારો