આજથી એક મહિના માટે ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઇ જંજીરીયા સહિત અન્ય સ્વર્ગસ્થોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.આવતીકાલે એટલે મંગળવારે નાણામંત્રી વજુભાઇ વાળા વિધાનસભામાં ચૌદમી વખત બજેટ રજુ કરનાર છે. જેમાં વેટ દરમાં ફેરફાર થવાના તથા કૃષિ ક્ષેત્રે રાહત આપવાની સંભાવના છે. તો બીજી બાજુ રાજ્યમાં વધી રહેલા ગંભીર ગુનાઓ મામલા તથા શિક્ષણ સહિતની બાબતે વિપક્ષ સરકારને ભીંસમાં લેવા માટે સજ્જ છે. સુરતમાં ઘટેલી ગેંગ રેપની ઘટના તથા અમદાવામાં ધોળે દહાડે કરાયેલી રૂ. 61 લાખ સહિતની ઘટના મામલે વિપક્ષ વિધાનસભા ગજવશે એવું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આજથી શરૂ થયેલ આ સત્ર આગામી 29મી જુલાઇ સુધી ચાલશે. |