* સૂચિત જોગવાઈ રૂ. 1600 કરોડ. * 2000 જેટલી પ્રા. શાળાઓમાં ધો.8નો વર્ગ શરૂ કરાશે. * 45 લાખ જેટલા નિરીક્ષરોને સાક્ષર બનાવાશે. * નોલેજ મેનેજમેન્ટ પ્રોગ્રામ ફોર ફેકલ્ટીનો પ્રોજેકટ કાર્યરત કરાશે. * 10,000 પ્રાથમિક શાળા અને 6,000 માધ્યમિક શાળાઓમાં કોમ્પ્યુટર અને કેયુ રિસિવર આપવાનું આયોજન. આરોગ્ય * સૂચિત જોગવાઈ રૂ. 1072.25 કરોડ. * રાજયના 18 વર્ષથી નીચેના એક કરોડ પચ્ચીસ લાખ બાળકોને આરોગ્ય કાર્યક્રમ હેઠળ સમાવાશે. * અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પથારીની ક્ષમતા 4820 કરાશે, સંકુલનું નવીનીકરણ કરવા માસ્ટર પ્લાન. મહિલા અને બાળ વિકાસ * સુચિત જોગવાઈ રૂ. 7૩0 કરોડ. * બાળકો, સગર્ભા મહિલાઓ તથા કિશોરીઓને અપાતા પોષણયુકત આહારમાં બમણો વધારો. * ૩૩12 આંગણવાડી કેન્દ્રો અને 1126 મીની આંગણવાડી કેન્દ્રો શરૂ કરાશે. * પ હજાર આંગણવાડીઓમાં ગેસ સ્ટવ અને કુકર અપાશે. પાણી પુરવઠા * સુચિત જોગવાઈ રૂ. 1549.25 કરોડ. * નર્મદા આધારિત પાણી પુરવઠા યોજનામાં વધુ 500 ગામોનો સમાવેશ. * સુજલામ-સુફલામ યોજના અંતર્ગત 4904 ગામોને પીવાના પાણીની સુવિધા અપાશે. * સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા પાણી પુરવઠા વિભાગની સંસ્થા વાસ્મોને આંતરરાષ્ટ્રીય એવોર્ડ. કૃષિ * સૂચિત જોગવાઈ રૂ. 144૩.71 કરોડ. * ખેડૂતો માટે લાભદાયી નવી એગ્રોબિઝનેસ પોલીસી ઘડાસે. * દરેક ગામના પાંચ-પાંચ ખેડૂતોને નિઃશુલ્ક ઈનપુટ કિટ્સ અને ઓજારો અપાશે. * ડેડિયાપાડા ખાતે નવી એગ્રીકલ્ચર એન્જિ. કોલેજ તથા ખેડબ્રહ્મા અને અમીરગઢ ખાતે બે નવી કૃષિ પોલીટેકનીક શરૂ કરાશે. * ફોગગ સિસ્ટમ વેરહાઉસ, ગ્રીનહાઉસ, કોલ્ડ સ્ટોરેજ તથા ટીસ્યુ કલ્ચર લેબોરેટરી સ્થપાશે. * બે નવી વેટરનીટી કોલેજ અને 40 લાખ નવા ફરતા પશુ દવાખાના શરૂ કરાશે. સાગરખેડૂ યોજના * મત્સ્યોદ્યોગ, મીઠા ઉદ્યોગ, આરોગ્ય, શિક્ષણ વગેરે માટે રૂ. 1050 કરોડની જોગવાઈ. ગ્રામવિકાસ કાર્યક્રમો * સૂચિત જોગવાઈ રૂ. 69૩.56 કરોડ. * ૩7 હજાર બીપીએલ લાભાર્થીઓને આર્થિક સહાય દ્વારા સ્વરોજગારી. * જમીન વિહોણા ખેતમજૂર કુટુંબોને વીમા કવચ. * રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહધરી યોજનામાં રાજયનો પણ ફાળો. * બીપીએલ ગ્રામીણ ગરીબોને આવાસની સુવિધા પુરી પાડવા રાજયની જોગવાઈ. |