મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > જામનગરમાં આંખો રઝળતી રહી !!!
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
જામનગરમાં આંખો રઝળતી રહી !!!
વેબ દુનિયા
PTI

વિવાદનું ઘર બની ગયેલ જામનગર સિવિલ હોસ્પિટલમાં જવાબદારી જેવું કંઇ છે જ નહીં. એક દર્દીના માથે એઇડ્સ પોઝીટીવનું લેબલ લગાવવાનો વિવાદ હજું શમ્યો નથી ત્યાં આજે એક વધુ લાપરવાહી બહાર આવી છે. સેવાભાવી એક સંસ્થા દ્વારા મોકલાવાયેલી આંખોને યોગ્ય જગ્યાએ રાખવાને બદલે આ બોક્સ આખી રાત હોસ્પિટલ બહાર રઝળતું રહ્યું હતું.

જામનગરની સિવિલ હોસ્પિટલમાં લાપરવાહીએ હદ વટાવી દીધી છે. ભૂજની એક સેવાભાવી સંસ્થા દ્વારા ડોનેટ કરાયેલી 18 આંખો કોઇના જીવનમાં પ્રકાશ લાવી શકે એવા ઉજળા ભાવ સાથે આ હોસ્પિટલમાં મોકલી હતી. વ્યવસ્થિત રીતે એક બોક્સમાં રખાયેલી આંખો લઇ તેને યોગ્ય જગ્યાએ મુકવાને બદલે અહીં કોઇએ આ બોક્સ લેવાની પણ તસ્દી લીધી ન હતી. અને આ બોક્સ આખી રાત બહાર રઝળતું રહ્યું હોવાનો રોષ ઉઠ્યો છે.

આ અંગે હોસ્પિટલ સત્તાવાળાઓનો સંપર્ક કરવા પ્રયાસ કરાતાં ત્યાંથી કોઇ પ્રત્યુત્તર મળ્યો ન હતો. જ્યારે આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ પ્રસરી ઉઠ્યો છે અને આવા લાપરવાહ કર્મચારીઓને લોકોને હવાલે કરી દેવાની માંગ ઉઠી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ હોસ્પિટલના સ્ટાફે તાજેતરમાં એક દર્દીના માથે એઇડ્સ પોઝીટીવનું લેવલ લગાવી તેને હોસ્પિટલમાં ફેરવી હતી. જે વિવાદ હજુ શમ્યો નથી ત્યાં આજે ઉઠેલા આ વિવાદે હોસ્પિટલમાં ચાલતા અંધેરની પોલ ખોલી નાંખી છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
વજુભાઇના અંદાજપત્રની સાથે સાથે.....
રૂ. 53.76 કરોડની પુરાંતવાળું બજેટ પસાર
વજુભાઇનું આજે 'વિક્રમ' બજેટ !
વિધાનસભા સત્રનો પ્રારંભ
ફેડરેશનમાં ફરીથી ભટોળ રાજ !
ગોધરા કાંડમાં 93 લોકો પર આરોપ નક્કી