મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > કોંગ્રેસે કર્યો ગૃહ કાર્યવાહીનો બહિષ્કાર !
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કોંગ્રેસે કર્યો ગૃહ કાર્યવાહીનો બહિષ્કાર !
વેબ દુનિયા

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે પ્રશ્નોત્તરી દરમિયાન ભાજપના કેટલાંક ધારાસભ્યો દ્વારા પૂછાયેલાં પ્રશ્નોના જવાબો સંબંધિત વિભાગના મંત્રીઓ લંબાણપૂર્વક આપીને સમય વ્યર્થ કરવાનો મુદ્દો ઊપસ્થિત કરીને કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો.

ગૃહમાં સંબંધિત વિભાગના મંત્રીએ જવાબ આપવાનો વધારે સમય આપવાના મુદ્દે વિપક્ષના નેતા શકિતસહ ગોહિલે ગૃહના અધ્યક્ષ સામે આક્ષેપ કરતા ભારે ગરમા-ગરમી ઊભી થઈ હતી.

કોંગ્રેસના સભ્યોએ પ્રશ્નોત્તરી દરમિયાન ગૃહનો બહિષ્કાર કર્યા બાદ ભાજપના દંડક સી.આર. દૂળદુએ એવો મુદ્દો ઊપસ્થિત કર્યો હતો કે પ્રશ્નોત્તરીના જવાબ માટે સમય વધારે ખચાવો છો. એવા વિપક્ષના નેતાના આક્ષેપો યોગ્ય નથી.

નાણામંત્રી વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, વિપક્ષના નેતાએ બેઠા બેઠા સુચના આપી કે પ્રશ્નો પ્રશ્નો પૂછવા નહીં તેમને અકળામણ કેમ છે ? કયા પ્રશ્નને કેટલો સમય આપવો એ ગૃહના અધ્યક્ષને સત્તા છે એટલે વિપક્ષના નેતાએ કરેલા આક્ષેપોની ગંભીર નોંધ લેવી જોઈએ,

ત્યારબાદ અધ્યક્ષ અશોક ભટ્ટે રૂલીંગ આપતા કહ્યું હતું કે સભાગૃહમાં સભ્યોને કહેવું કે પ્રશ્નમાં ભાગ ન લો એ યોગ્ય નથી. પ્રશ્નનું ધોરણ પાંચ મીનીટનું રાખ્યું છે. સમગ્ર રાજયનો પશુપાલનનો પ્રશ્ન હતો. આ પ્રશ્નને વધારે સમય આપવાનો મારો અધિકાર છે.

પ્રશ્નોત્તરી કાળ પૂરો થવા બાદ કાગ્રેસના ધારાસભ્યોએ ગૃહની કાર્યવાહીમાં ભાગ લીધો હતો. વિપક્ષના નેતા શકિતસહ ગોહિલે ગૃહની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે તારાંકિત પ્રશ્નોત્તરીમાં 14મો પ્રશ્ન સાબરમતી મોટેરા આશ્રમની જમીન ઊપર દબાણ દૂર કરવા અંગેનો હતો.

આ પ્રશ્નની ગૃહમાં ચર્ચા ન થાય એ માટે ભાજપના સભ્યો દ્વારા અન્ય પ્રશ્નોને લંબાવવામાં આવતા હતા. એટલે અમારે વિરોધ કરીને ગૃહનો બહિષ્કાર કરવાની ફરજ પડી છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સવાલ અમારા, જવાબ તમારા ઃ વેબ દુનિયા સર્વે
રાજ્યમાં પેટ્રોલ ડિઝલના ભાવ
કોંગી સાંસદે મારી થપ્પડ !
જામનગરમાં આંખો રઝળતી રહી !!!
વજુભાઇના અંદાજપત્રની સાથે સાથે.....
રૂ. 53.76 કરોડની પુરાંતવાળું બજેટ પસાર