રાજયમાં સૌથી મોટો લઠ્ઠાકાંડ વર્ષ 1988માં રાજકોટમાં થયો હતો. જેમાં કોલન વોટરના સેવનથી બે પોલીસ કર્મચારી સહિત 30 વ્યકિતઓના મોત નીપજયા હતા.
રાજકોટના કેનાલરોડ પાસે આવેલી મુરલીધર મેડીકલ સ્ટોરમાં કોલન વોટરની બોટલ પીવાથી રાજયનો સૌથી મોટો લઠ્ઠાકાંડ સર્જાયો હતો. મુરલીધર મેડીકલ સ્ટોરમાં કોલન વોટરની બોટલ રૂપિયા 7,8 અને 10માં વેચાતી હતી. કોલનવોટર લોકો પાણીની બોટલ માનીને પીતા હતા. આરોગ્યને નુકશાન થતું ન હોવાથી લોકો વધુ માત્રામાં સેવન કરતા લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જેમાં 30 વ્યકિતઓના મોત નીપજયા હતા.
અબ્દુલ લતીફના સમયગાળા દરમિયાન શહેરમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જેમાં વર્ષ 1987માં મેઘાણીનગર વિસ્તારમાં ઝેરી દેશી દારૂ પીવાથી લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જેમાં 10 કરતા વધુ વ્યકિતઓના મોત નીપજયા હતા.
1લી મે 1961થી દારૂબંધી મહાગુજરાત આંદોલન ચળવળ 1લી મે 1960ના રોજ મુંબઇ રાજયમાંથી ગુજરાતને અલગ રાજયનો દરજજો આપવામાં આવ્યો હતો. ત્યારે દારૂબંધીમાં છૂટ હતી. પરંતુ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનું જન્મ સ્થાન ગુજરાત હોવાને કારણે 1લી મે 1961ના રોજથી રાજયના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ સમગ્ર રાજયમાં દારબંધીનો અમલ જાહેર કર્યા હતો.
|