મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > લઠ્ઠકાંડ કેવી રીતે સર્જાય છે !!!
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
લઠ્ઠકાંડ કેવી રીતે સર્જાય છે !!!
વેબ દુનિયા

માનવીના શરીરમાં આલ્કોહોલ સહન કરવાની શકિત મર્યાદિત હોય છે. આલ્કોહોલ અને મિથાઈલની માત્રા અતિશય વધવાના કારણે લઠ્ઠાકાંડ સર્જાય છે. શરીરમાં આલ્કોહોલ અને મિથાઇલની માત્રા વધતા મગજની નસો ફાટી નીકળે છે. લઠ્ઠાકાંડના કારણે લોકો પોતાની આંખો પણ ગુમાવી બેસે છે.

દેશી દારૂ ગાળવા માટે સડેલો ગોળ, ફટકડી, નવસાર વગેરે ચીજવસ્તુઓ નાંખવામાં આવે છે. દેશી દારૂ જો લાંબો સમય પણ પડી રહે તો તેનાથી પણ લઠ્ઠાકાંડ થવાની શકયતા રહેલી છે.

આ ઉપરાંત દેશી દારૂને વધુ કડક બનાવવા માટે કેમિકલનો ઊપયોગ થાય છે. કેમિકલની માત્રામાં વધારો થવાથી પણ લઠ્ઠાકાંડ સર્જાય છે.
દારૂમાં બે પ્રકારના આલ્કોહોલ હોય છે. મિથાઇલ અને ઇથાઇલનું મિશ્રણ હોય છે. મિથાઇલ આલ્કોહોલનું મિશ્રણ વધવાથી લઠ્ઠાકાંડ સર્જાય છે.

લઠ્ઠાકાંડને કાબૂમાં લેવા માટે અસરગ્રસ્ત વ્યકિતને ઇથાઇલવાળો દારૂ પીવડાવવાથી તેને કાબૂમાં લઇ શકાય છે. જયારે એક અન્ય ટેબલેટ ફોર્મોકેઝોલ આપવાથી નિયંત્રણમાં આવે છે પરંતુ આ ટેબલેટ ભારતમાં ઉપલબ્ધ નથી તેવુ સિવિલ હોસ્પિટલના ટોકિસકોલોજીસ્ટ ડોકટર તેજસ પ્રજાપતિએ જણાવ્યું હતું.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ડીવાએસપી, બે પીઆઇ સસ્પેન્ડ
કોંગ્રેસે કર્યો સભા ત્યાગ
મજૂરગામનો મૃતકાંક 24 થયો
અમદાવાદમાં વધુ એક લઠ્ઠાકાંડ !
અમદાવાદના લઠ્ઠાકાંડની તસવિરગાથા...
રાજકોટમાં 30ના મોત થયા હતા