શહેર સહિત રાજ્યમાં ભાજપના જ કેટલાક નેતાઓ દારૂના ધંધા સાથે સંકળાયેલા છે અને પોલીસની રહેમનજરે આ બધું ચાલતું હોવાનો વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે આજે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અમદાવાદ શહેરમાં મજૂરગામ બાદ ઓઢવ, નરોડા સહિતના વિસ્તારમાંથી બહાર આવી રહેલા લઠ્ઠાકાંડને પગલે મોતનો આંકડો 100ને વટાવી રહ્યો છે ત્યારે આ મામલે સરકારની ઝાટકણી કાઢતાં વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, ભાજપના જે કેટાલક નેતાઓ બુટલેગર છે. તેઓ જ દારૂના ધંધા સાથે સંકળાયેલા હોય વેપલો સરળતાથી ચાલી રહ્યો છે અને બિચારા નિર્દોષ લોકો હોમાઇ રહ્યા છે. અમદાવાદ શહેરની વાત કરતાં તેમણે કહ્યું હતું કે, અહીં ભાજપના જ એક કોર્પોરેટ બુટલેગર છે અને ખુલ્લેઆણ દારૂનો વેપલો કરે છે છતાં સરકારમાં બધુ ચાલે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ કરૂણાંતિકામાં આ મોતનો આંકડો 100થી વધુ છે અને હજું આટલા લોકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે. |