મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > મૃત્યુઆંક 200થી વધુ - મોઢવાડિયા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મૃત્યુઆંક 200થી વધુ - મોઢવાડિયા
વેબ દુનિયા
P.R

લઠ્ઠાકાંડનો સત્તાવાર મૃત્યુઆંક ૧૦૭એ પહોચ્યો છે. પણ બિન સત્તાવાર આંક 200થી ઊપર છે. તેમ વિપક્ષના પૂર્વ નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ હતુ.

વધુમાં તેમણે કહ્યું હતું કે, મોદી સરકાર લઠ્ઠકાંડને છાવરવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાત વિધાનસભામાં ગૃહરાજયમંત્રી અમીત શાહે ગૃહને ગેરમાર્ગે દોરનારુ નિવેદન આપ્યુ હતુ. ગૃહમંત્રીએ અરવિંદ સોલંકીના અડ્ડા પરથી લઠ્ઠો વેચાયાનું કહ્યુ હતુ. જયારે રાજયના ડીજીપીએ લઠ્ઠાકાંડમાં મુખ્ય સૂત્રધાર કહારનું નામ આપ્યુ હતુ. હકીકતે મહેમદાબાદથી લઠ્ઠો શહેરના 14 કેન્દ્રો પર ઊતર્યો હતો. આવા ગંભીર બનાવમાં સરકાર સાચી હકીકતો કેમ છુપાવે છે.

તેમણે કહ્યુ હતુ કે મુખ્યમંત્રી સમક્ષ ધારાસભ્યો રજુઆત માટે જતા ત્યારે મુખ્યમંત્રી દ્વારા ધારાસભ્યોને કટકી બટકી કરીને બદનામ કરતા હતા. મુખ્યમંત્રી સમક્ષ તંત્રની ફરિયાદો સંભળાતી નથી. કોંગ્રેસે નશાબંધીના કડક અમલની કાયમ હિમાયત કરી છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
બે હજાર બુટલેગરોની ધરપકડ !
લઠ્ઠાકાંડમાં મોતની સદી, 107 આઉટ
ઠેરઠેર થયુ અમિત શાહનું પુતળાદહન
ભાજપના જ નેતાઓ બુટલેગર !
આજે અમદાવાદમાં શિક્ષણ બંધ !
વિધાનસભામાં માઇક તૂટ્યા !