લઠ્ઠાકાંડની સીધી અસરોનો આઘાત હજું પુરો થયો નથી ત્યાં એના ઉંડા પરિણામો બહાર આવવાના શરૂ થઇ રહ્યા છે. શહેરના અમરાઇવાડી વિસ્તારમાં લઠ્ઠાકાંડમાં પિતાનું મોત થતાં પુત્રીએ એસીડ પી લીધી હતુ. એલજી હોસ્પિટલમાં સારવાર વેળા તેનું મોત થયુ છે.
વિગતવાર માહિતી એવી છે કે અમરાઇવાડીની રાધા કીશનની ચાલીમાં રહેતા મોતીલાલ ઠાકુર મંગળવારે દેશી દારૂ પીધો હતો. બાદમાં તેમને લઠ્ઠાની અસર થતાં સારવાર માટે ખસેડાયા હતા. એલજી હોસ્પિટલમાં સારવાર વેળા તેમનું મોત થયુ હતુ. પિતાના મોતનો આઘાત તેમની 20 વર્ષીય પુત્રી સીતા સહન ન કરી શકી અને પોતાના ઘરે એસીડ પી લીધો હતો. સારવાર માટે તેને એલજીમાં ખસેડાઇ હતી. જયાં ગત મોડી રાતે તેનું સારવાર વેળા મોત થયુ હતુ.
મંગળવારે મજુરગામમાંથી શરૂ થયેલા લઠ્ઠાકાંઠ સમગ્ર પૂર્વવિસ્તારમાં ફેલાઇ ગયો છે. ઓઢવ, વસ્ત્રાલ, રખિયાલ, અમરાઇવાડી, બાપુનગર, શહેરકોટડા, નરોડા અને મેઘાણીનગર વિસ્તારમાં 125થી પણ વધુ લોકો મોતને ભેટ્યા છે. અનેક લોકોએ ઘરના મોભી ગુમાવી દીધા છે. કોઇનો લાડકવાયો, તો કોઇનો ભરથાર, તો કોઇનો વીર સ્વજન ગુમાવનારની આંખોમાં હજુ આસુ સુકાતા નથી.
|