મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > ભાજપ કાર્યાલયમાં તોડફોડ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભાજપ કાર્યાલયમાં તોડફોડ
વેબ દુનિયા
P.R
શહેરને છેલ્લા ચાર દિવસથી લઠ્ઠાકાંડ ઘમરોળી રહ્યો છે. અત્યાર સુધીમાં 131ના મોત થયા છે અને બસો જેટલા મોતના બિછાને છે ત્યારે આજે રોષે ભરાયેલા લોકોએ એસ.જી હાઇવે પર આવેલા ભાજપના જિલ્લા કાર્યલયને નિશાન બનાવી તોડફોડ કરી હતી. જ્યારે એન.એસ.યુ.આઇએ આપેલા કોલેજ બંધના પગલે આજે કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું.

મજૂરગામથી શરૂ થયેલ લઠ્ઠાકાંડનો ઝેરી રેલો ઓઢવ થઇ નરોડા, ખોખરા, મેઘાણીનગર, ઓઢવ, રખિયાલ, અમરાઇવાડી, હિરાવાડી, બાપુનગર સહિતના વિસ્તારમાં ફેલાયો છે. જેમાં 131 લોકોએ જાન ગુમાવ્યા છે અને બસો જેટલા લોકો મોતના બિછાને સારવાર લઇ રહ્યા છે. ત્યારે આજે સવારે આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ એસ.વી હાઇવે સ્થિત રાજપથ ક્લબ સામે આવેલા ભાજપના જિલ્લા કાર્યાલને પોતાનું નિશાન બનાવ્યું હતું અને તોડફોડ કરી હતી.

કોલેજોમાં શિક્ષણ કાર્ય ઠપ !
લઠ્ઠાકાંડના વિરોધમાં એન.એસ.યુ.આઇ દ્વારા આજે શહેરની કોલેજોમાં બંધનું એલાન અપાયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ સહકાર આપતાં શહેરની મોટા ભાગની કોલેજોમાં આજે શિક્ષણ કાર્ય ઠપ થયું હતું.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
અમદાવાદ લઠ્ઠામાં 131ના મોત
પિતાના મોતથી પુત્રીનો આપઘાત
કસુરવારોને નહીં છોડાય - મોદી
મહાઠગ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરાશે
મૃત્યુઆંક 200થી વધુ - મોઢવાડિયા
બે હજાર બુટલેગરોની ધરપકડ !