દેશી શરાબ પીવાથી થયેલ મોત મામલે પોતાનો વિરોધ ચાલુ રાખતાં વિપક્ષ પાર્ટી કોંગ્રેસના ધારાસભ્યોએ આજે ગુજરાત વિધાનસભામાં કાચના દરવાજા, બારીઓ તોડી હતી તેમજ દિવાલ ઉપર લગાવાયેલ નેતાઓના ફોટાઓને પણ નુકશાન પહોંચાડ્યું હતું.
આ ઘટનાના વિરોધમાં કોંગ્રેસ સભ્યોએ કાળા કપડા પહેરી સતત ત્રીજા દિવસે સુત્રોચ્ચાર કર્યા હતા અને સદનમાં આ વિષય મામલે બે કલાકની ચર્ચા કરાવવાની માંગ કરી હતી. જેમાં 107 લોકોના મોત થયા છે. જોકે વિધાનસભા અધ્યક્ષ અશોક ભટ્ટે વિપક્ષી સભ્યોની માંગણીને ફગાવી દીધી હતી અને સદનની કાર્યવાહી શરૂ કરી હતી.
પોતાની માંગણીઓ ફગાવાઇ દેવાતાં વિપક્ષી સભ્યોએ સદનમાં લોબીમાં આવી સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા અને વિધાનસભાની ઇમારત ઉપર લગાડેલ નેતાઓના ફોટાઓ તથા કાચના દરવાજા તથા બારીઓને નુકશાન પહોંચાડ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, ગઇકાલે આ મુદ્દે સદનમાં હંગામો અને માઇક તોડવાના પગલે વિધાનસભા અધ્યક્ષે સાત કોંગ્રેસી ધારાસભ્યોને સત્ર સમાપ્તિ સુધી સંસદમાંથી સસ્પેન્ડ કર્યા હતા.
|