શહેરમાં દેશી દારૂ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મતૃકોની સંખ્યા 111 તથા 222 જેટલા લોકો સારવાર હેઠળ હોવાનું શહેર પોલીસ કન્ટ્રોલ દ્વારા જણાવાયું છે જ્યારે બિન સત્તાવાર રીતે મોતનો આંકડો 131 જેટલો જાણવા મળી રહ્યો છે.શહેર સહિત સમગ્ર રાજ્યને હચમચાવી દેનાર આ બનાવ અંગે શહેર પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા જાણવા મળેલી વિગતો અનુસાર લઠ્ઠાકાંડના આ બનાવમાં અત્યાર સુધીમાં 111 લોકોના મોત થયા છે જ્યારે હજું 222 લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બુટલેગર કરશન કહારના અડ્ડા પરથી વેચાયેલ દેશી દારૂને કારણે આ લઠ્ઠાકાંડ થયું હોવાનું બહાર આવ્યું છે અને પોલીસે એની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ વિપક્ષ કોંગ્રેસ આજે પણ આ મુદ્દે વિધાનસભામાં ભારે હંગામો મચાવ્યો હતો. |