અમદાવાદ લઠ્ઠાકાંડમાં જેને મુખ્ય સુત્રધાર તરીકે ગણવામાં આવી રહ્યો છે એવો હરિશંકર કહાર ઓઢવ સ્થિત એક હનુમાન મંદિરની આડમાં દારૂનો વેપલો ચલાવતો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
શહેરના 111 લોકોને યમલોકો પહોંચાડી દેનાર લઠ્ઠાકાંડમાં વધુને વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. આ મામલામાં જવાબદાર મનાતા બુટલેગર હરિશંકર કહારની પોલીસે ધરપકડ કર તપાસ હાથ ધરી છે. પરંતું અહીં એવું બહાર આવ્યું છે કે, તે હનુમાન મંદિરની પાછળ પોતાનો અડ્ડો ચલાવતો હતો. આ મંદિરમાંથી દારૂ પેક કરવાની પ્લાસ્ટિકની કોથળીઓ સહિતનો જથ્થો મળી આવ્યો છે.
|