અમદાવાદઅમદાવાદમાં લઠ્ઠાકાંડના પાંચમાં દિવસે મોતનો કહેર કઇક અંશે ઓછો થયો છે. હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા વ્યકિતઓ પૈકી સિવિલમાં એકનું મોત થયુ હતુ. જયારે કેટલાક અસરગ્રસ્તોની હાલત વધુ કથળી હોવાનું જાણવા મળ્યુ છે. વા.સા. અને એલજી હોસ્પિટલમાં લઠ્ઠાકાંડના 32 જેટલા અસરગ્રસ્તોને રજા આપી દેવાઈ છે. સિવિલ હોસ્પિટલમાં તેમજ વા.સા. હોસ્પિટલમાં અત્યાર સુધી 134 લોકોના પોસ્ટમોર્ટમ કરાયા હોવાથી સત્તાવાર રીતે મૃત્યુઆંક 134નો આવી રહ્યો છે. જયારે બિનસત્તાવાર રીતે 154 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.સતત પાંચમાં દિવસે પણ હોસ્પિટલોમાં અસરગ્રસ્તોને લાવવામાં આવી રહ્યા છે. પરંતુ મજુર ગામ બાદ ઓઢવમાં સર્જાયલે લઠ્ઠાકાંડમાં મરેલા અનેક લોકોના મોત માટે પોલીસ જ જવાબદાર હોવાનું પુરવાર થઇ ગયુ હોવા છતાં આ પોલીસકર્મીઓને ઉની આંચ આવી નથી. આ તમામ પોલીસકર્મી વિરૂદ્ધમાં અનેકની હત્યાનો ગુનો નોંધવા લોકોમાં ભારે માંગ ઉઠી છે.અમદાવાદના મજુર ગામમાંથી પેદા થયેલા લઠ્ઠાકાંડના રાક્ષસે સમગ્ર પૂર્વ વિસ્તારને આંખના પલકારામાં શિકાર બનાવી લીધો હતો. ઓઢવ, અમરાઇવાડી, બાપુનગર, રખિયાલ, નરોડા, ગોમતીપુર, મેઘાણીનગર, કલાપીનગર, ખોખરા એક એક પછી વિસ્તારોના નામ બિલાડીની ટોપની જેમ સામે આવી રહ્યા હતા. અમદાવાદની શારદાબેન, સિવીલ, એલજી, વા.સા. ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ ચારે તરફ મોતનો સન્નાટો હતો. જાણે કે યમરાજે નગ્ન તાંડવ મચાવ્યુ હતુ. કમનસીબ મૃતકોસિવિલ 80શારદાબેન 50એલ.જી. 05વા.સા. 18કુલ 153 |