સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » સ્થાનિક » નરેન્દ્ર મોદીની સભા પર મંડરાતો ખતરો
Feedback Print Bookmark and Share
 

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મંગળવારે વસ્ત્રાલ ખાતે યોજાનારી સભામાં જુહાપુરાના બે શખ્સો સાયલેન્સરવાળી રિવોલ્વર લઈને આવવાના છે તેવા સમાચારો વહેતા થતા સમગ્ર ગુજરાતનું પોલીસ તત્ર સાવચેત થઈ ગયું છે. સમાચારને પગલે તમામ પોલીસસ્ટેશનને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે મળસ્કે શાહીબાગ ખાતે આવેલી પોલીસ કમિશનર કચેરીના કંટ્રોલરૂમ પર એક નનામો ફોન આવ્યો હતો જેમાં ફોન કરનારા વ્યક્તિએ કહ્યું હતું કે, મંગળવારે વસ્ત્રાલ ખાતે યોજાનારી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સભામાં જુહાપુરાથી કાળાં વસ્ત્રો પહેરેલા બે શખ્સો ( બંને નામ પણ આપ્યાં છે) સાયલેન્સરવાળી રિવોલ્વર લઈને નિરીક્ષણ માટે આવવાના છે.

આ ફોનને અત્યંત ગંભીરતાથી લઈને પોલીસ કંટ્રોલરૂમે તુરત જ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના કેટલાક પોલીસ સ્ટેશનો, ક્રાઈમ બ્રાન્ચ અને એ ટી એસ ( એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ)ને તકેદારી રાખવાનો આદેશ આપ્યો છે.
સંબંધિત જાણકારી શોધો