સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » સ્થાનિક » મોદીની હાજરીમાં એકે-47 લઈને દાંડિયા
Feedback Print Bookmark and Share
 

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં મંગળવારની રાત્રે રાજ્ય કેડરના આઈપીસ અધિકારીઓ માટે ગરબાનું આયોજન કરવામા6 આવ્યું. આ પ્રસંગે જામનગરના એક ગ્રુપે એકે-47 હથિયાર હાથમાં લઈને ગરબા કર્યાં.

આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યાં. એકે-47 સાથે ડાંડિયા રાસમાં પોલીસના જવાન અને તેના પરિજનો શામેલ હતાં.

ગરબા દરમિયાન એકે-47 સાથે ડાંસ કરવો ખતરનાક હોય શકે છે પરંતુ તેના પર કોઈ પણ પ્રકારની રોક-ટોક લગાડવામાં ન આવી. એટલું જ નહીં આ પ્રસંગે ખુદ મુખ્યમંત્રી પણ હાજર રહ્યાં. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ દશેરાના દિવસે ખુદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શસ્ત્ર પૂજા કરી હતી.
સંબંધિત જાણકારી શોધો