સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » સ્થાનિક » નરેન્દ્ર મોદી સિક્કિમ પ્રવાસે
Feedback Print Bookmark and Share
 

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસ માટે સિક્કિમની મુલાકાતે ગયા છે. જયાં તેઓ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને મળીને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવશે. ટૂંકા દિવાળી વેકેશનસમા આ પ્રવાસમાં તેઓ અન્ય સ્થળોની પણ મુલાકાત લેશે. જેમાં બુલબુલે ખાતેના વાઇલ્ડલાઇફ પાર્ક, ઝીરો પોઇન્ટ ખાતે હેન્ડલૂમ-હેન્ડિક્રાફટ ભવનની મુલાકાત લેશે.

આ ઉપરાંત હનુમાન ટોન્ક અને ઇન્સ્ટિટયૂટ ઓફ તિબેટોલોજીની ટોડોન્ગ ખાતે પણ મુલાકાત લેશે. હિમાલિયન સ્ટેટની મુલાકાત દરમિયાન તેઓ અન્ય મહાનુભાવોની પણ મુલાકાત લેશે. ખાસ કરીને સરહદપર સતત નિગરાની રાખતા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોને પ્રોત્સાહન આપવા માટે મળીને તેમને દીપોત્સવની શુભેચ્છા પાઠવશે.
સંબંધિત જાણકારી શોધો