વર્ષ 2002માં થયેલ ગોધરા કાંડ સહિત ગુજરાત હુલ્લડમાં જોડાયેલા નવ કેસના સાક્ષીઓની સુરક્ષા માટે કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા બળને ગોઠવવામાં આવ્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ ન્યાયાલયની તરફથી રચાયેલી સ્પેશ્યલ ઈંવેસ્ટીગેશન ટીમ એસઆઈટી ગુજરાત તોફાનોને માટે નવેસરથી તપાસ કરી રહી છે.
સાક્ષીઓને સુરક્ષા આપવાનો આ નિર્ણય હાઈકોર્ટ દ્વારા ગયા વર્ષે આપવામાં આવેલ નિર્દેશ પછી કરવામાં આવી છે , જેમા કહેવામાં આવ્યુ હતુ કે વર્ષ 2002માં થયેલ તોફાનો અને ટ્રેન બાળવાની ઘટનાના સાક્ષીઓને કેન્દ્રાય બળ દ્વારા સુરક્ષા આપવી જોઈએ.