સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » સ્થાનિક » નરેન્દ્ર મોદીના સ્વાસ્થ્યમાં સુધારો
Feedback Print Bookmark and Share
 

ગુજરાતની જનતાની પ્રાર્થના અંતે રંગ લાવી છે અને રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હવે ખતરાની બહાર છે. સ્વાઈન ફ્લૂ જેવી ગંભીર બીમારીના ભરડામાં સંપડાયેલા નરેન્દ્ર મોદીનું સ્વાસ્થ્ય હવે સારુ હોવાનું તબીબો જણાવી રહ્યાં છે.
narendra-modi
ND
N.D
શનિવારે રાત્રે નરેન્દ્રભાઈ મોદી પર કરવામાં આવેલા તમામ પરિક્ષણો બાદ તબીબોએ આ અંગેની માહિતી આપી છે. જો કે, તબીબોએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રીશ્રીને થોડા દિવસ સુધી માત્ર અને માત્ર આરામ કરવો પડશે.


ભારતના વડાપ્રધાન મનમોહન સિંહે પણ શનિવારે ટેલીફોન મારફત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હાલચાલ પુછ્યાં હતાં. સિંહે તેમના જલ્દી સારા થઈ જવા માટે શુભકામના પણ પાઠવી હતી. તબીબોએ શનિવારે મુખ્યમંત્રી મોદીની બે વખત તપાસ કરી. એક વખત સાંજે અને એક વખત સવારે. મોદીની દેખરેખ માટે નિમાયેલા ડો. અતુલ પટેલે જણાવ્યું કે, શુક્રવારે સાંજે એપોલો હોસ્પિટલમાં મુખ્યમંત્રી મોદીનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

તબીબોના રિપોર્ટ અનુસાર હાલ નરેન્દ્ર મોદીના સ્વાસ્થ્યમાં ઉત્તરોતર સુધારો થઈ રહ્યો છે. ડો. પટેલે જણાવ્યું કે, શુક્રવારે સાંજે મોદીએ ભરપૂર નિંદ્રા માણી. હાલ તેમને માત્ર ફળ અને પ્રવાહી પર જ રાખવામાં આવ્યાં છે. તેમનો તાવ ઉતરી ગયો છે. શરદી અને કફમાં પણ તેઓ રાહત અનુભવી રહ્યાં છે. છેલ્લા 48 કલાકોમાં તેમના સ્વાસ્થ્યમાં ભરપૂર સુધારો થયો છે.
સંબંધિત જાણકારી શોધો