સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » સ્થાનિક » અમદાવાદમાં નવ લાખની ચોરી
Feedback Print Bookmark and Share
 

અત્રેના પ્રહલાદનગર વિસ્તાર પાસે આવેલા 'અશ્વરાજ' નામના બંગલામાં રહેતા કાપડના વેપારીના ઘરેથી રૂપિયા 9.05 લાખની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે.

અમદાવાદની ન્યુ ક્લોથ માર્કેટમાં કાપડની પેઢી ચલાવતા અનીલભાઇનાં ઘરેથી ગઇકાલે રાત્રે રોકડ 2.5 લાખ અને સોનાચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 9.05 લાખની મતાની ચોરી થઈ હતી.

પોલીસે ચોરોનું પગેરુ શોધવા ડોગ સ્કવોડ સાથે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
સંબંધિત જાણકારી શોધો